________________
૨૮૦
ઉત્તરાધ્યયનસૂત્ર સાથે સામ્રાજ્ય ભોગવી, વૈરાગી બની, તેને ત્યાગ કરી સર્વોત્કૃષ્ટ સિદ્ધિગતિને મેળવનાર થયા. (૪ર-૫૮૧) अभिओ राय सहस्सेहि, सुपरिच्चाइ दमं चरे । जय नामो जिणक्खायं, पत्तो गइमणुत्तरं ॥४३॥
अन्वितो राजसहः, सुपरित्यागी दममचरत् । जयनामा जिनाख्यातं, प्राप्तो गतिमनुत्तराम् ॥४३॥
અર્થ–હજાર રાજાઓની સાથે રાજ્ય-પુત્રી વિ. ને ત્યાગ કરનાર જય નામના ચક્રવર્તી, શ્રી ભાગવતી પ્રવજ્યાને આદરી અને તેનું નિરતિચારપણે પાલન કરી સર્વોત્કૃષ્ટ ગતિ-સિદ્ધિગતિ પામનાર બન્યા. (૪૩-૫૮૨) दसण्णरज मुइअं, चहत्ता णं मुणी चरे। दसण्णभद्दो निक्खंतो, सक्ख सक्केण चोइओ ॥४४॥ दशार्णराज्यं मुदितं, त्यक्त्वा खलु मुनिरचरत् । दशार्णभद्रो निष्क्रान्तः, साक्षात् शक्रेण नोदितः ॥४४॥
અર્થ–સાક્ષાત્ શક્રેન્દ્ર દ્વારા અધિક સંપત્તિ બતાવી ધર્મ તરફ પ્રેરિત કરવામાં આવેલા દશાર્ણભદ્ર નામના રાજા, સમૃદ્ધિશાલી દશાર્ણ દેશના રાજ્યને ત્યાગ કરી, દીક્ષિત બની અને અપ્રતિબદ્ધ પણે વિચરી મુક્તિવિહારી બન્યા. (૪૪–૫૮૩) नमी नमेहि अप्पाणं, सक्खं सक्केण चोइओ । चइऊण गेहं वइदेही, सामण्णे पज्जवडिओ ॥४५॥