SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે અર્થ–ઘરમાંથી નીકળી, ભોગને છેડી, પુત્રો અને પ્રિયા સહિત પ્રત્રજ્યા ગ્રહણ કરનાર પુરોહિત છે-એમ સાંભળી, તે પુરોહિતે છેડેલ ઉત્તમ અને પુષ્કળ ધન-ધાન્ય વિ. ગ્રહણ કરતા રાજાને કમલાવતી નામની રાણી સારી રીતિએ સમજાવવા લાગી. (૩૭–૪૫૬) वंतासी पुरिसो रायं, न सो होइ पसंसिओ। माहणेण परिच्चत्तं, धणं आयाउमिच्छसि ॥३८॥ वान्ताशी पुरुषो राजन् !, न स भवति प्रशंसितः । माहनेन परित्यक्तं, धनमादातुमिच्छसि ! ॥३८।। અર્થ-હે રાજન્ ! વમન કરેલ ત્યક્ત વસ્તુને ભેગવનાર પુરુષ બુદ્ધિમાનેથી પ્રશંસાપાત્ર થતો નથી. બ્રાહ્મણે છેડેલ ધનગ્રહણની આપ ઈચ્છા કરે છે, માટે આપ વાંતાશી બને છે. આપ જેવાઓને વાંતાશી બનવું એ ઉચિત નથી. (૩૮-૪૫૭) सव्यं जगं जह तुह, सव्यं वावि धणं भवे । सव्यंपि ते अपज्जत, नेव ताणाय तं तव ॥३९॥ सर्व जगद्यदि तव, सर्व वाऽपि धनं भवेत् । सर्वमपि तेऽपर्याप्तं, नैव त्राणाय तत्तव ॥३९॥ અથ-વળી સઘળું જગત્ અથવા સકલ ધન જે આપને આધીન થાય, તે પણ આપની ઈચ્છા પૂરવા માટે તે શક્તિમાન થતું નથી, કેમ કે-આશા અનંત છે. તેમજ જન્મ-મરણ વિ.ના વિનાશરૂ૫ રક્ષણ માટે તે સઘળું જગત અને ઘન સમર્થ નથી. (૩૯-૪૫૮)
SR No.023497
Book TitleUttaradhyayan Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1993
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy