________________
૧૮૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર સાથે એવા મારી પાસે પણ પુણ્યફલસંપન્ન સંપદા અને દીપ્તિ ગૃહસ્થાવસ્થામાં હતી–એમ તું સમજજે ! (૧૧-૩૯૫) महत्थरूवा वयणप्पभूआ, गाहाणुगीआ नरसंगमज्झे । जंभिक्खुणोसीलगुणोववेआ, इहज्जयंते समणोम्हि जाओ।।१२। महार्थरूपा वचनाप्रभूता, गाथानुगीता नरसङ्घमध्ये । यां भिक्षवो शीलगुणोपपेता, इह यतन्ते श्रमणोस्मि जातो ॥१२॥
અર્થ-જે આવી ઋદ્ધિ હતી તે સાધુ કેમ બન્યા? તેના જવાબમાં કહે છે કે-બહુ અર્થગંભીર અને સ્વલ્પ અક્ષરવાળી, ધર્મનું કથન કરનારી સૂત્રરૂપ ગાથા, અર્થાત્ શ્રોતાઓને અનુકૂલ કહેવાએલ ધર્મદેશના જનસમુદાયની વચ્ચે સાંભળી, જેમ મુનિઓ ચારિત્ર અને જ્ઞાનથી સંપન્ન બનેલા જિનપ્રવચનમાં પ્રયત્નશીલ બને છે, તેમ હું પણ ધર્મદેશના સાંભળી જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળે શ્રમણ બન્ય છું. (૧૨-૩૯૬) उच्चोदए महुकके अ बंभे, पवेइआ आवसहा य रम्मा । इमं गिहं चित्तधणप्पभूअं, पसाहि पंचालगुणोववे ॥१३॥ उच्चोदयो मधुः कर्कः च ब्रह्मा,
प्रवेदिता आवसथाश्च रम्या । इदं गृहं चित्रंधनप्रभूतं,
प्रशाधि पाञ्चालगुणोपपेतम् ॥१३॥ અર્થ-હવે ચકી પિતાની સંપત્તિ દ્વારા મુનિને આમંત્રણ આપતાં કહે છે કે-
ઉદય, મધુ, કર્ક, મધ્ય, બ્રહ્મા–આ પાંચ પ્રાસાદે અને બીજા પણ રમણીય ભવને