________________
૧૩૪
શ્રી ઉત્તરાધ્યયનસત્ર સાથે છે. આ પ્રમાણે સુનિશ્ચિત મનવાળા ભવિષ્યમાં થનારા ભવ્યા પ્રમાદ ન કરે ! માટે હમણું હું છું તે ન્યાયયુક્ત મેક્ષમાર્ગમાં હે ગૌતમ! કેવલજ્ઞાનની ઉત્પત્તિના સંશયને છેડી એક સમય પ્રમાદ ન કરીશ. (૩૧-૩૧૯) अवसोहिअ कंटगापहं, ओइन्नोऽसि पहं महालयं । गच्छसि मग्गं विसोहिआ, समय गोयम ! मा पमायए ॥३२॥ अवशोध्य कण्टकपथं, अवतीर्णोऽसि पन्थानं महालयम् । गच्छसि मार्ग विशोध्य, समयं गौतम ! मा प्रमादयेः ॥३२।।
અર્થ–જેનેતર દર્શનરૂપ ભાવકંટકથી આકુલ માર્ગને પરિહાર કરી, સમ્યગદર્શન વિ. ભાવમાર્ગમાં તમે પ્રવેશ કરેલ છે, એટલું જ નહીં પણ તે માર્ગને નિશ્ચય કરી આગળ પ્રગતિ કરી રહ્યા છે. માટે આ ચાલતી સતત સાધનામાં હે ગૌતમ! એક સમયને પ્રમાદ કરશે નહીં. (૩ર-૪૨૦) अबले अहा भारवाहए, मा मग्गे विसमेऽवगाहिआ। पच्छा पच्छाणुतावए, समय गोयम ! मा पमायए ॥३३॥ अबलो यथा भारवाहकः, मा मार्ग विषममवगाह्य । पश्चात् पश्चाद्नुपातकः, समयं गौतम ! मा प्रमादयेः ॥३३।।
અર્થ–જેમ બલ વગરને અને ભાર વહન કરનાર, વિષમમાર્ગમાં પ્રવેશ કરીને, લીધેલા ભારને ત્યાગ કરનારે પાછળથી પશ્ચાતાપ કરે છે, તેમ તું પણ પ્રમાદાધીન થઈને સંયમરૂપ ભારને પરિત્યાગ કરી પાછળથી પશ્ચા