________________
ઉત્તરાધ્યયનસત્ર સાથે ગતિને હાનિરૂપ મૂળના છેદના સ્થાનમાં નરક-તિર્યંચગતિની પ્રાપ્તિ સમજવી. (૧૬-૧૯૨) दुहओ गई बालस्स, आवई वहमूलिजा । देवत्तं माणुसत्तं च, जजिए लोलया सढे ॥१७॥ द्विधा गतिर्बालस्य, आपद् वधमूलिका । देवत्वं मानुषत्वं च, यज्जितो लोलता शठः ॥१७॥
અથ–બાલ જીવને નરક અને તિર્યંચરૂપ બે ગતિ હોય છે. ત્યાં ગયેલાને વધ વિ. આપત્તિઓ હેય છે. કેમ કે-માંસ વિ.માં લંપટ અને વિશ્વાસુ જનને ઠગનારે બની, દેવ અને મનુષ્યપણું હારી જઈ લંપટતાથી નરકગતિ અને શઠતાથી તિર્યંચગતિ બાલ જીવ પામે છે. (૧૭-૧૯૩) तओ जिए सई होइ, दुविह दुग्गई गए । દુહા તસ ૩wા, બાઇ સુવિવિ ૩૮ના ततो जितः सदा भवति, द्विविधां दुर्गतिं गतः । दुर्लभा तस्य उन्मज्जा, अद्धायां सुचिरादपि ॥१८॥
અર્થ-દેવ અને મનુષ્યપણાનો અભાવ થવાથી અને નરક કે તિર્યંચગતિમાં ગયેલ બાલ જીવ હંમેશાં હારેલ જ થાય છે, કારણ કે-આગામી ઘણું લાંબા કાળમાં પણ નરક કે તિર્યંચગતિરૂપ દુર્ગતિમાંથી તેનું નીકળવું દુર્લભ બને છે. (૧૮–૧૯૪) एवं जिअं सपेहाए, तुलिआ बालं च पंडिअं । मलिअं ते पसंति, माणुसिं जोणिमिति जे ॥१९॥