________________
૩૦૮ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન છવ શરીર એને છોડે, એને એ છોડે પણ હિંસાદિક પાપસ્થાનકમાં એકજ નિયમ છે. પાપ જીવને છેડે નહિ. જીવને જ પાપ છોડવું પડે. તેથી પ્રાણાતિપાત વિરમણ કહેવું પડયું. જગતમાં પાપ છે, છે અને છે. હિંસા છે, છે અને છે. તું ધારે કે હિંસા જાય પણ એ કઈ દિવસ જવાની નથી માટે તારે જવું હોય તે તું જા. આથી પ્રાણાતિપાતથી હું વિરમું છું એમ રાખ્યું. થાંભલે ન છોડે તેથી મનુષ્ય થાંભલે ન છોડ? મનુષ્ય તે બાથ કાઢી નાખવી જ જોઈએ. જીવે તે જરૂર નીકળી જવું જ જોઈએ. એ જરૂરિયાત જણાવવાને અંગે અહીં પંચમી છે.
જ્યારે વિરમણ કરું ત્યારે જ હું બચું છું. અવિરતિથી કર્મો આવતાં હતાં એમ “વિરમણ” શબ્દ અવિરતિને ખ્યાલ લાવે. આથી અવિરતિથી કર્મો આવે છે એમ જાણુંને, એનાથી ડરીને અને એ કર્મ બંધ કરવાને “વિરમણ” શબ્દ મેલવાની જરૂર છે.
વિરતિ કે વ્રત ન લેતાં “વિરમણ” શબ્દ કેમ લીધે ? વિરમણમાં “મન પ્રત્યયથી ભાવ-પ્રત્યય લીધે તે તે કયા કાળને અંગે? વિરમણમાં “અનટુ એકે કાળને પ્રત્યય નથી?
વ્યાખ્યાન ૨૩ તીર્થને આધાર
ગણધર મહારાજ શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે શાસનની પ્રવૃત્તિ માટે અને મોક્ષમાર્ગ વહેતો રહે તે માટે દ્વાદશાંગીની રચના કરતા થા જે પૂર્વની પહેલાં રચના કરી હતી તેને પહેલાં સ્થાપન નહિ કરતાં પહેલવહેલાં આચારાંગનું સ્થાપન કર્યું. બાર અંગમાં