________________
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.-- ભાગ ૧ લે.
તે માટે ક્રિયા દેખાડે છે, તે બંધન પરિજ્ઞાએ કરી જાણીને પછી પ્રત્યાખ્યાન પરિજ્ઞા જે સંયમાનુષ્ઠાન તેણે કરી બંધનને
ડે, એટલે આત્માથકી કર્મ દૂર કરે, એવું વચન શ્રી સુધર્મ સ્વામિ ભાષિત સાંભળીને જંબુ સ્વામિ પ્રમુખ શિષ્ય પૂછે છે કે, શ્રી મહાવીર દેવે બંધન કેવું કહ્યું છે? અથવા શું જાણીને તે બંધન ઝેડે! ઈતિ પ્રથમ કાયૅ: I ૧
હવે બંધનનું કારણ કહે છે; એ જગત માંહે જ્ઞાનાવરણીયાદિક જે કર્મ તે બંધન જાણવું, તે કર્મ બાંધવાનાં કારણ આરંભ અને પરિગ્રહ છે. તેમાં પહેલું પરિગ્રહ દેખાડે છે, સચિત્ત તે દ્વિપદ ચતુષ્પદાદિક અને અચિત્ત તે સુવર્ણ રૂપાદિક એ બે પ્રકારે પરિગ્રહ છે, તે છેડા તૃણ તુષાદિક પિતાની પાસે પરિગ્રહીને અનેરા બીજા પાસે પરિગ્રહાવે તથા પરિગ્રહ કરતાને અનુમોદે. એ જીવ, એ રીતે દુ:ખથકી ન મુકાયુ. | ૨ |
હવે જ્યાં પરિગ્રહ ત્યાં આરંભ હેય, અને જ્યાં આરંભ ત્યાં પ્રાણાતિપાત હોય એવું દેખાડે છે. તે પરિગ્રહવંત પુરૂષ અસંતેષી છતો તે પરિગ્રહ ઉપાર્જવાને અર્થે, અને ઉપાર્જન કરેલ પરિગ્રહ રાખવાને અર્થે પોતે, પ્રાણીઓને નિપાત એટલે વિનાશ કરે, અથવા અનેરા પાસે પ્રાણીઓની વાત કરાવે; અથવા જે પ્રાણીઓને હણતો હાય અર્થત પ્રાણીઓને વિનાશ કરતો હોય તેને અનુમોદવે કરી, પ્રાણીઓની ઘાત કરતો કે અથવા કરાવતો થકે આત્માને વિરની વૃદ્ધી કરે છે. તેથી જે દુ:ખ પરંપરારૂપ બંધન તે થકી છૂટે નહીં. તે ૩ મ
વળી પણ બંધન આ શ્રી કહે છે. ઠંડાદિક જે કુલમાં ઉત્પન થયે, અથવા જેની સાથે વાસ વસે, એટલે પાંસુકીડાદિક કરે, એવા મનુષ્ય જે માતા, પિતા, ભાઈ, બેન, ભાર્યા, અને મિત્રાદિક તેને વિષે મમત્વને કરનાર એટલે માતા પિતા