SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ મંગળ અનેલોકોત્તમની ભાવના પર વિશ્વાસ ન આવ્યો. પરંતુ આ ઘટનાથી એની આખી જિંદગી બદલાઇ ગઇ. આ ઘટના પછીનાં પચાસ વર્ષ દરમિયાન જગતમાં એ જ એક સૌથી મહત્ત્વપૂર્ણ માણસ હતો જેને ‘ ધારણા’ વિષે સર્વાધિક અનુભવ હતો. ૨૨ મૈસિંગની પરીક્ષા દુનિયાના મોટા મોટા લોકોએ કરી. ૧૯૪૦ માં એક થિયેટરમાં લોકોમાં તે વિચારો સંક્રમિત કેવી રીતે કરી શકે છે તેના પ્રયોગો કરતો હતો ત્યારે અચાનક પોલીસે આવીને મંચનો પડદો પાડી દીધો અને બહાર આવી પ્રેક્ષકોને કહ્યું કે કાર્યક્રમ સમાપ્ત થઇ ગયો છે. મૈસિંગને ગિરફ્તાર કરી તરત બંધ ગાડીમાં ક્રેમલિન લઇ જઇ સ્ટાલિન સામે ઊભો કરી દેવામાં આવ્યો. સ્ટાલિને કહ્યું, ‘ કોઇ વ્યક્તિ બીજાની ધારણાને, માત્ર પોતાની આંતરિક ધારણા દ્વારા પ્રભાવિત કરી શકે તે વાત હું માનતો નથી. જો એમ બની શકતું હોય તો માનવીમાત્ર પદાર્થ નથી રહેતો. તને એટલા માટે પકડીને અહીં લાવવામાં આવ્યો છે કે જેથી તું આ વાત મારી સામે સિદ્ધ કરી બતાવે.’ મૈસિંગે કહ્યું, ‘જેવી તમારી ઇચ્છા.’ સ્ટાલિને કહ્યું, ‘કાલે બે વાગ્યા સુધી તને અહીં પૂરી રાખવામાં આવશે. બે વાગે મારા માણસો તને મૉસ્કોની બેંકમાં લઇ જશે. તારે માત્ર ધારણા દ્વારા, બેંકના કલાર્ક પાસેથી એક લાખ રૂબલ લઇ આપવાના છે”. આખી બેંકને મીલીટરીએ ઘેરી લીધી. બે માણસો મૈસિંગને પાછળ પિસ્તોલ સાથે, બરાબર બે વાગે પેલી બેંકમાં લઇ ગયા. એને ખબર ન હતી કે ક્યા કાઉન્ટર પર એને લઇ જવામાં આવશે. એને સીધો ટ્રેઝરર પાસે લઇ જઇને ઊભો કરી દેવાયો. મૈસિંગે પેલા માણસ સામે, એક કોરો કાગળ ખિસ્સામાંથી કાઢી થોડી વાર એ કોરા કાગળ પર ધ્યાન કર્યું અને ટ્રેઝરરને તે કાગળ આપતાં કહ્યું કે એક લાખ રૂબલ. ટ્રેઝરરે તે કાગળને થોડી વાર જોયો ચશ્મા પહેર્યા, ફરીથી ઐસિંગ સામે ધ્યાનપૂર્વક નજર કરી, અને લાખ રૂબલ મૈસિંગને ગણીને આપી દીધા. મૈસિંગે તે પૈસા લઇ બેગમાં રાખ્યા. સ્ટાલિન પાસે જઇને તે પૈસા એણે બતાવ્યા. આશ્ચર્ય ! પછી તરત એ બેંકમાં પાછો ગયો. વેંઝરરને પૈસા આપ્યાને કહ્યું કે ‘મારો કાગળ પાછો આપો.’ ટ્રેઝરરે તે કાગળ પાછો આપતાં જોયો, તો તે સાવ કોરો હતો. એમાં કાંઇ લખેલું ન હતું. એને તુરત જ હાર્ટએટેક આવ્યો. એ નીચે ઢળી પડયો ને બેહોશ થઇ ગયો. જે બનાવ બન્યો હતો તે ટ્રેઝરરની બીલકુલ સમજબહાર હતો. પરંતુ સ્ટાલિનને આટલાથી ખાતરી ન થઇ. કોઇ ચાલકી પણ હોઇ શકે. કોઇ ટ્રેઝરર સાથે એને કાંઇ મેળ હોઇ શકે . સ્ટાલિને એને ઓરડામાં પૂરી દીધો અને સેંકડો સૈનિકોનો પહેરો લગાવી દીધો. પછી સ્ટાલિને કહ્યું કે ‘ બરાબર બારને પાંચ મિનિટે, બધા સૈનિકોના પહેરામાંથી બહાર નીકળીને તું મને આવીને મળ.’ બરાબર એ જ સમયે, મૈસિંગ સૈનિકોને પહેરો ભરતા રાખીને, એમને કાંઇ ખબર ન પડે તેમ, સ્ટાલિન સામે આવીને ઊભો. ન આ વાત પર પણ સ્ટાલિનને વિશ્વાસ ન બેઠો. એને ભરોસો આવે તેમ ન હતો. કારણકે સ્ટાલિનની આખી ફિલસૂફી, એનું પુરૂં ચિંતન, પૂરા કોમ્યુનિઝમની ધારણા, બધું જ, આ બનાવથી કડકભૂસ
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy