SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણમ્ મંત્ર ચેતના રોગિષ્ટ હોય તેનાથી દૂર રહેવામાં મંગળ છે. જેની ચેતના સ્વસ્થ છે તેની નિકટ રહેવામાં મંગળ છે. સત્સંગનો એટલો જ અર્થ છે કે જ્યાં શુભધારણાઓ વહેતી હોય એવા વાતાવરણમાં રહેવામાં મંગળ છે. રશિયાનો એક વિચારક ડૉ. સિરાવ એક્યુપંચરના પ્રયોગો કરી રહ્યો છે. એકતંત્ર દ્વારા, પડોશીની ધારણા ક્યારે અને કેવી રીતે તમને પ્રભાવિત કરે છે તેની એ પરીક્ષા કરે છે. તમે આખો વખત પડોશીઓની ધારણોથી પ્રભાવિત થયા કરો છો. તમને એ ખ્યાલ નથી કે તમને જે ક્રોધ આવ્યો તે તમારો જ હોય, તેમ તે તમારા પડોશીનો પણ હોઈ શકે. મોટાં ટોળાંમાં આવી ચીજનો ખ્યાલ આવતો નથી. ટોળામાં બેઠા હોને કોઈ બગાસું ખાય તે જ ક્ષણે અલગ અલગ ખૂણામાં બેઠા હોય તેવા માણસો પણ બગાસાં ખાવા માંડે. સિરોવ એમ કહે છે કે તમારામાં જે ધારણા પેદા થાય છે તેનાં વર્તુળ પેદા થઈ આસપાસ ફેલાઈ જાય છે અને બીજાઓ તે પકડી લે છે. સિરોવે જે યંત્ર બનાવ્યું છે, તે તમારામાં બીજા કોઈની ધારણા ક્યારે અને કેવી રીતે પ્રવેશે છે તે બતાવે છે. આપણી પોતાની ધારણાથી તો આપણું પ્રાણશરીર પ્રભાવિત થાય છે જ, પરંતુ બીજાની ધારણાથી પણ પ્રભાવિત થાય છે. આ વિશે એક બે ધટનાઓ તમને કહું જેથી તમને સહેલાઈથી સમજાશે. ૧૯૧૦માં જર્મનીમાં એક પંદર-સોળ વર્ષનો છોકરો ટ્રેનની બેઠકનીચે છુપાઈને બેઠો હતો. એની પાસે ટ્રેનની ટિકિટ ન હતી. એ ઘરમાંથી ભાગીને આવ્યો હતો. એની પાસે કાંઈ પૈસા પણ ન હતા. પાછળથી આ છોકરો બહુ મોટો માણસ બની ગયો, જેનું માથું કાપીને લાવનારને હિટલરે બે લાખ માર્ક આપવાની ઘોષણા કરી હતી. આ વ્યક્તિનું નામ હતું વુલ્ફઐસિંગ. સ્ટાલિન, આઈન્સ્ટાઈન અને ગાંધી બધા એને મળીને આનંદિત અને પ્રભાવિત થયા હતા. ૧૯૧૦માં એને કોઈ જાણતું ન હતું. વુલ્ફ મૈસિંગે પોતાની આત્મકથા લખી છે જે રશિયામાં પ્રસિદ્ધ થઈ. એમાં એણે લખ્યું છે કે જે દિવસે ટ્રેનમાં બેઠક નીચે છુપાઈને, ટિકિટ ન હોવાને કારણે, બેઠો હતો તે દિવસના બનાવે એની આખી જિંદગી બદલી નાખી. મૈસિંગે લખ્યું છે કે જ્યારે મારા ડબ્બામાં ટિકિટ ચેકર દાખલ થયો, જ્યારે એના બૂટનો અવાજ મને સંભળાયો અને જ્યારે મારા ગભરાટને કારણે મને પસીનો છૂટી રહ્યો હતો અને મારો શ્વાસ અટકી ગયો હતો ત્યારે એ ઠંડીના દિવસોમાં એ ટિકિટ ચેકરે આવીને મને પૂછ્યું યંગમેન, તમારી ટિકિટ? એ શબ્દો મારાથી ક્યારેય ભુલાતા નથી. ઐસિંગ પાસે ટિકિટ તો હતી નહી. એણે અચાનક જમીન પર પડેલા એક કાગળના ટુકડાને ઉઠાવ્યો અને આંખ બંધ કરી સંકલ્પ કરી કહ્યું આ રહી ટિકીટ’ ટિકિટ ચેકરે તે હાથમાં લીધી ત્યારે મૈસિંગના મનમાં ગહન ભાવ હતોકે “ઓ ભગવાન એને આ કાગળમાં ટિકિટ દેખાય’ ટિકિટ ચેકરે ટિકિટ લઈ એમાં કાણું પાડ્યું અને પાછી ટિકિટ આપતા કહ્યું, “તારી પાસે ટિકિટ છે તો પછી બેઠક નીચે છુપાઈને શું કામ સૂતો છે? પાગલ થયો છે કે શું?' મૈસિંગને પોતાને પણ આ બનાવ
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy