SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણમ: મંત્ર ૧૨૩ ઉપર નીચે થતી હોય છે. જ્યારે આપણું મન કોઈ પણ વિષયની બંને બાજુ દોડતું હોય છે ત્યારે બે ઉભી પ્રકાશની રેખાઓમાંની એક કૂદકા મારતી આસમાનતરફ ઊંચે વધતી દેખાય છે. જ્યારે બાજુની બીજી રેખા શૂન્ય બનતી જાય છે. તમારી સામે ડૉ. ગ્રીન ઊભા રહીને નગ્ન સ્ત્રીઓનાં ચિત્રો બતાવી તમારી કામવાસના ઉત્તેજિત કરે છે. સાથેસાથે સંગીત પણ સંભળાય છે, તે પણ કામવાસના જગાડે તેવું હોય છે. એક ઊભી રેખા ઊંચે, આસમાન તરફ ઊંચે વધતી દેખાય છે. જ્યારે બીજી શૂન્ય થઈ જાય છે. પછી એ ચિત્રો હટાવી લેવાય છે. પછી એ ચિત્રોના સ્થાને બુદ્ધ, મહાવીર અને જિસસનાં ચિત્રો બતાવાય છે. સંગીતનો પ્રકાર પણ બદલવામાં આવે છે. બ્રહ્મચર્યનું કોઈ સૂત્ર સામે રાખીને તમને કહેવાય છે કે બ્રહ્મચર્ય વિષે ચિંતન કરો. તો પહેલીરેખા જે ઊંચે વધી રહી હતી તે નીચે પડવા લાગે છે, અને બીજી રેખાને શુન્ય થતી જતી હતી તે ઊંચે ચઢવા લાગે છે. આ બીજું સંગીત અને ચિત્રો, તમારી સમક્ષ રજૂ થયેલાં રહે છે. પહેલી રેખા શૂન્યનબની જાય ત્યાં સુધી અને બીજીરેખા પૂરી ઊંચાઈ પર ન પહોંચે ત્યાં સુધી. ડૉ. ગ્રીન કહે છે કે આરેખાઓ તમારા ચિત્તની અવસ્થાનું રેખાંકન કરે છે. એક અતિ પરથી બીજા અતિ પર દોડતું ચિત્ત, ઉપર નીચે દોડતી રેખાઓ દ્વારા રજૂ થાય છે. ત્યાર બાદ ડૉ. ગ્રીન એક ત્રીજો પ્રયોગ કરે છે. એ કહે છે કે તમે વધું વિચારવાનું બંધ કરો, ના કામવાસના વિષે વિચાર કરો, ના બ્રહ્મચર્ય વિષે. તમે સ્ક્રીન તરફ જોતા રહો અને એવો ખ્યાલ કરો કે મારું મન શાંત થઈ જાય અને બન્ને રેખાઓ સમતોલ બની જાય. શાંત થતા જાવ, ધીમેધીમે સ્ક્રીન પર તમને દેખાશે કે એક રેખા નીચે આવી રહી છે અને બીજી ઊંચે વધીને સમતોલ થઈને, સ્થિર થઈ રહી છે. આ યંત્રને ડૉ. ગ્રીન ફીડબેક મશીન Feedback machine કહે છે. શાંત થતું જતું મન ધ્યાન માટે તમારી હિંમત વધારે છે. એટલા માટે જ કહું છું કે બધાં મંદિરોમાં આ યંત્ર ગોઠવવાં જોઈએ જેથી તમને ખબર પડે કે કાંઈ થઈ રહ્યું છે કે નહી. જેમજેમ ધ્યાનમાં ઉતરવાની તમારી હિંમત વધતી જશે તેમતેમ બન્ને રેખાઓ એક સ્તર પર સ્થિર થતી જશે. આ મશીન તમે શાંત થઈ રહ્યા છો તે પ્રત્યક્ષ બતાવે છે. વધારે ને વધારે શાંત થવાની હિંમત વધતી જાય છે. યંત્ર બતાવી રહ્યું છે તમે શાંત થતા જાવ છો. ધીમે ધીમે પંદર, વીસ, ત્રીસ મિનિટમાં, બન્ને રેખાઓ સમાન સ્તર પર સ્થિર થઈ જાય છે. ત્યારે એ માણસને અનુભવ થાય છે, આહા આવી શાંતિ તો આજ સુધી ક્યારેય જાણી નથી! આ પરિસ્થિતિ માટે ડૉ. ગ્રીને એક નવો શબ્દ ઘડ્યો. આ અનુભવને એ કહે છે, “અહા, એસપીરીઅન્સ-Aha Experience” જ્યારે બન્ને રેખાઓ હાલવા-ચાલવાનું બંધ કરી સ્થિર થઈ જાય ત્યારે માણસ કહે છે અહા! આવા અનુભવ એક વાર થઈ જાય તો સંયમ શું છે તે સમજાય : સંયમનો અર્થ છે, જ્યાં ચિત્તકોઈ પણ દિશામાં દોડવાનું બંધ કરી સ્થિર થઈ જાય. એક અહોભાવમાં ધ્યાનપૂર્ણ બની જવાય, અને
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy