________________
૧૨૪
સંયમ' એટલે મધ્યમાં રહેવું તે શાંત મુદ્રાનું દર્શન થાય, એનું નામ સંયમ છે. આ સંયમ એક અત્યંત વિધાયક અવસ્થા છે. બન્ને અતિ એકસ્તર પર સ્થિર થાય છે ત્યારે વ્યક્તિ મુક્ત બની જાય છે. લોભ અને ત્યાગ સમ થઈ જાય ત્યારે વ્યક્તિ ત્યાગી પણ નથી હોતો અને લોભી પણ નથી હોતો. જ્યાં સુધી લોભ હોય છે ત્યાં સુધી બેચેની રહે છે. જ્યાં સુધી ત્યાગ હોય છે ત્યાં સુધી પણ બેચેની રહે છે. કારણકે ત્યાગ શીર્ષાસન કરી ઊલટો ઊભેલો લોભ છે.
જ્યાં સુધી કામવાસના મનને પકડે છે ત્યાં સુધી બેચેની રહે છે અને જ્યાં સુધી બ્રહ્મચર્યનું આકર્ષણ છે ત્યાં સુધી બેચેની રહે છે કારણકે બ્રહ્મચર્ય છે શું? બ્રહ્મચર્ય ઊલટી ઊભેલી કામવાસના છે. બ્રહ્મચર્ય તો ત્યારે સિદ્ધ થાય જ્યારે બ્રહ્મચર્યની યાદ પણ આવતી નથી. વાસ્તવિક ત્યાગ ત્યારે થાય છે જ્યારે ત્યાગનો બોધ પણ રહેતો નથી. કેવી રીતે રહે? જેના મનમાં લોભ જ નથી તેને ત્યાગનો ખ્યાલ કેવી રીતે આવે ? જે ત્યાગનો ખ્યાલ આવ્યા કરે તો લોભ ક્યાંક ખૂણામાં છુપાયેલો ઊભો જ હોય છે. એ લોભ જ ખ્યાલ કરાવે છે ત્યાગનો. કોઈ પણ ચિત્રકે રેખાનો રંગ એનાથી વિરુદ્ધ રંગવાળી પશ્ચાદભૂ પર સ્પષ્ટ દેખાય છે. સફેદ કાગળ પર કાળી રેખા વધુ સ્પષ્ટ દેખાય છે. સફેદ કાગળ પર સફેદરેખાદેખાતી નથી. જ્યાં સુધી તમને લાગે છે કે તમે ત્યાગી છો ત્યાંસુધી ચોક્કસ જાણજો કે તમારી ભીતરમાં લોભમજબૂતીથી ઊભો છે. જ્યાં સુધી તમે બ્રહ્મચારી છો એમ તમને લાગતું હોય ત્યાં સુધી તમારે ચોટલી રાખી, તિલક લગાવી, પગમાં ચાખડીના અવાજ સાથે કહેવું પડશે કે હું બ્રહચારી છું.” આવું બધું તમારે કરવું પડતું હોય, ત્યાં સુધી તમારી ચોટલી જોઈને, તમારી ચાખડીનો અવાજ સાંભળીને, લોકોએ સાવધાન થવું જોઈએ કે આ બ્રહ્મચારી ખતરનાક છે. બ્રહ્મચર્યનો દાવો કરનાર વ્યક્તિ પાછળ કામવાસના છુપાયેલી છે. જે ક્ષણે કામન રહે અને બ્રહ્મચર્ય પણ ન રહે, એ ક્ષણે સંયમ છે, એમ મહાવીર કહે છે. જ્યાંના લોભ રહ્યો, નાત્યાગ રહ્યો, જ્યાં કોઈ પણ અતિ સાથે સંબંધ રહ્યો, જ્યાં અનતિમાં, મૌનમાં, શાંતિમાં સ્થિર થઈ જવાયું ત્યાં સંયમ છે. જ્યાં બન્ને અતિનાંબિન્દુસમાન થઈ ગયાં અને શૂન્ય થઈ જવાયું ત્યાં સંયમ છે. એટલે સંયમસેતુ છે. સંયમના માધ્યમથીજવ્યક્તિ પરમગતિ પામી શકે છે. એટલે સંયમને હું શ્વાસ પણ કહું છું. શ્વાસ કહેવા માટે બીજાં કારણો પણ છે. તમને કદાચ ખ્યાલ નહીં હોય કે શ્વાસની બાબતમાં પણ તમે અસંયમી હો છો. કાં તો વધારે શ્વાસ લો છો, કાં ઓછો શ્વાસ લો છો. પુરુષ વધારે શ્વાસ લેવાથી પીડાય છે, સ્ત્રી ઓછો શ્વાસ લેવાથી પીડાય છે. જેઓ આક્રમક હોય છે તે વધારે શ્વાસ લેવાથી પીડાય છે, જે સુરક્ષા વિષે ચિંતાતુર છે તે શ્વાસનો અવાજ પણ ન આવે તેમ છુપાઈને રહે છે. તેઓ ઓછોશ્વાસ લેવાથી પીડાય છે. આપણામાં ઓછા લોકો છે જેઓ સંયમપૂર્વક શ્વાસ લેતા હોય. શ્વાસ આપણે લેવો પણ નથી પડતો; એ તો આપોઆપ આવ જા કરે છે, છતાં પણ એ સંયમિત નથી રહેતો. આપણો શ્વાસ પણ આપણી માનસિક તાણ મુજબ ચાલે છે. જ્યારે તમે કામવાસનામાં હો છો ત્યારે તમારો શ્વાસ ત્વરિત ગતિથી ચાલે છે.