SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ “સંયમ એટલે મધ્યમાં રહેવું તે અને પ્રશંસક છે.” મુલ્લાએ કહ્યું, ‘હું જાણતો જ હતો કે માણસ દેવતા જેવો છે. એક વાર હું ચૂંટાઈ આવીશ. પછી એને મંદિરોમાં બેસાડીશ અને એની પૂજા કરીશ.” મિત્રોએ કહ્યું, “મુલ્લા તમે આટલી જલદી બદલાઈ જાઓ છો?” મુલ્લાએ કહયું, “કોણ બદલાતું નથી? મન તો બદલાયા જ કરે છે. આજે સ્ત્રીરૂપની દેવી દેખાય છે, તે કાલે સાક્ષાતકરૂપ પણ દેખાય.’ મન એક અતિ પરથી બીજા અતિ પર દોડી જાય છે. તમે જેને આજે ઊંચા આસને બેસાડો છો એને કાલે જમીન પર પટકી નાખો છો. મન વચમાં રોકાતું નથી. કારણકે મનનો અર્થ છે, તાણ, ટેન્શન. જે વચમાં રોકાઈ જઈએ તો કોઈ પ્રકારની તાણ હોતી જ નથી. મને હંમેશાં અતિ પર જીવે છે. મધ્યમાં મનનું મૃત્યુ છે. આપણે કોઈ વ્યક્તિ માટે “સંયમી મન વાળો માણસ છે એવો શબ્દપ્રયોગ કરીએ છીએ, પરંતુ એ શબ્દપ્રયોગ એકદમ ખોટો છે. સંયમી માણસ પાસે મન હોતું જ નથી. બુદ્ધ અને જૈન ધર્મના સાચા સાધુઓ તો કહે છે કે જ્યારે અ-મન અવસ્થા પ્રાપ્ત થાય છે, No-mind અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે સંયમ સધાય છે. મન એટલે જ અસંયમ એમ કહીએ તો ખોટું નથી, એમાં અતિશયોક્તિ નથી. મનનો નિયમ છે, એ ખેંચાણમાં, તાણમાં રહો, એક અતિ પર રહો તો જ ચિત્તમાં તાણ રહેશે. તાણમાં રહેવું એને જ આપણે જીવન માન્યું છે, જો ચિત્તમાં તાણ હોય તો લાગે છે કે મરી ગયા, હવે શું કરીશું? મન કાંઈને કાંઈ કરતું રહે તો જ તે જીવી શકે છે. જે લોકો ઊંડા ધ્યાનમાં ઊતરે છે એ મને આવીને કહે છે કે ધ્યાનમાં બહુ ડર લાગે છે. લાગે છે કે મરી તો નહીં જવાય ? મરવાનો સવાલ જ નથી. ધ્યાન કરતાં ડર લાગે છે એ મૂળ સવાલ છે. જેમજેમ ધ્યાનમાં ઊંડા ઊતરીએ છીએ તેમતેમ મન શૂન્ય થતું જાય છે. એટલે મન જ્યારે શૂન્ય થાય છે, ત્યારે આપણે તો આપણી જાતને મન જ સમજી બેઠા છીએ, એટલે લાગે છે કે હવે મરી જવાશે.” જે ભૂતકાળને છોડી દઈશું. તો સમાપ્ત થઈ જઈશું. કોઈ ગતિ જ નહી રહે, તો માત્ર સ્વયંનું જ ભાન રહેશે. અમેરીકામાં ડો. ગ્રીને એક યંત્ર બનાવ્યું છે જે મનની અવસ્થાનું ચિત્ર રેખાંક્તિ કરે છે. Feed back machine એનું નામ છે. એ યંત્ર અત્યંત ઉપયોગી બની શકે છે. એ યંત્ર બધાં મંદિરોમાં, ચર્ચામાં, આજે નહીં તો કાલે ગોઠવવા જેવા છે. આ યંત્રની ખુરશીમાં એક માણસને બેસાડવામાં આવે છે. એના માથાની બન્ને તરફથી તારનું જોડાણ કરાય છે, (હૃદયનો ECG કાર્ડિયોગ્રામ લેતી વખતે જે રીતે જોડાણ થાય છે તે રીતે) અને એ તારને સામે રાખેલા એક સ્કિન-પડદા સાથે જોડવામાં આવે છે. માથામાં જે કાંઈ બનતું હોય છે તે બતાવવાસ્કિન પર, થર્મોમીટરનો પારો જેમ ઉપર-નીચે થતો હોય છે તેમ પ્રકાશની રેખાઓ
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy