SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણમ: મંત્ર ૧૨૧ ઉપવાસમાં માનનારા વધારે હશે. અમેરિકામાં આજે જેટલી ઉપવાસની, fasting ની ચર્ચા, નેચરોપથીની ચર્ચા ચાલે છે, એટલી ચર્ચા બીજે ક્યાંય ચાલતી નથી. પરંતુ એનો અર્થ એવો નથી કે ઉપવાસ કે અનશન કરનારા મહાવીરને સમજ્યા છે. પર્યુષણ આવે ત્યારે આઠ દિવસ, દસ દિવસ અનશન થાય છે કે ઓછું ખવાય છે ત્યારે એ દિવસોમાં, ઉપવાસ કે અનશન છોડ્યા પછી શું શું ખાઈશું તેનું આયોજન થાય છે, અનશન છૂટતાં, પાગલની જેમ લોકો ખાવા લાગે છે અને બીમાર પડે છે. સાચી વાત તો એ છે કે વધુ જમનાર લોકો જ્યારે ઉપવાસ કરે છે ત્યારે એમને કાંઇ ધર્મલાભ થતો નથી, પરંતુ ભોજનમાં વધારે રસ આવવા લાગે છે. ભૂખ વધારે ઊઘડે છે. આઠ દિવસના ઉપવાસ પછી જીભને સ્વાદ વધારે આવવા લાગે છે. મહાવીર કહે છે કે ઉપવાસથી રસમુકિત થવી જોઈએ, પરંતુ બને છે ઊલટું. ઉપવાસ પછી ભોજનમાં રસપ્રગાઢ બને છે. ઉપવાસ સમયે રસચિંતન ચાલે છે અને રસપ્રતિ માટે આયોજન ચાલે છે. જે ભૂખ મરી ગઈ હતી તે સજીવન થઈ જાય છે. દસ દિવસ પછી ભોજન પરમાણસ જાણે તૂટી પડે છે. મન એક અતિ પરથી બીજા અતિ પર દોડી જાય છે. અસંયમનો અર્થ છે એક અતિ પરથી બીજા અતિ પર ડોલાયમાન થયા કરવું તે. સંયમનો અર્થ છે મધ્યમાં રહેવું તે. આપણે એમ સમજતા હોઈએ કે વધારે ભોજન કરવું તે અસંયમ છે તો અલ્પ ભોજન કરવું તે પણ અસંયમ છે. સમ્યક ભોજન સંયમ છે. સમ્યક આહાર સમજવો મુશ્કેલ છે. વધારે ભોજન કરવું સહેલું છે. બિલકુલ ભોજન ન કરવું પણ સહેલું છે. પરંતુ સમ્યક ભોજન કરવું કઠિન છે. મન ક્યારેય સમ્યક પર સ્થિર રહેતું નથી. મહાવીરની શબ્દાવલિમાં જો કોઈ વધારેમાં વધારે મહત્ત્વનો શબ્દ હોય તો તે છે સમ્યફ. સમ્યફનો અર્થ છે, મધ્યમાં, અતિ પર નહી, સમ રહેવું તે. બધી ચીજો સમ બની જાય,અતિનું કોઈ નહીં રહે, ત્યાં બધી ચીજો સ્થિરતાને શાંતિને tranquility ને પ્રાપ્ત થાય છે. જીવનની સમ-સ્વરતા, પ્રત્યેક દિશામાં પ્રાપ્ત કરી લેવી તેનું નામ સંયમ છે. પરંતુ આપણે નિષેધાત્મક જીવન જીવીએ છીએ. ઘણી બધી ચીજોનો નિષેધ કરીએ છીએ. એટલે નિષેધાત્મક હોઈએ ત્યારે જે કરતા હોઈએ તેનાથી સામેના છેડે જઈએ છીએ. આપણે મધ્યમાં રહેતાનથી, સમ્યકત્વ અને સંયમ સમજાતાં નથી. સાંભળ્યું છે કે મુલ્લા નસરૂદીન એક ચૂંટણીમાં ઊભો રહ્યો. પોતાનું જે ચુટણીક્ષેત્ર હતું તેમાં ફરવા લાગ્યો. એ ક્ષેત્રનું જે મુખ્ય નગર હતું તેમાં એના મિત્રો મળ્યા. મિત્રોએ ખબર આપી કે અમુક માણસ તમારી વિરુદ્ધ ગમે તેમ બોલે છે. મુલ્લા ગાળો આપવામાં હોશિયાર હતો. એણે જેટલી ગાળો જાણતો હતો, એટલી પેલા માણસને ભાંડી કહ્યું કે, “એ માણસ કોઈ શૈતાનનો દીકરો હોવો જોઈએ. એક વાર મને જીતી જવા દો, પછી એને નર્કમાં મોકલાવી દઈશ.” મિત્રોએ કહ્યું કે, ‘તમે ગાળો આપવામાં હોશિયાર છો, માટે આવું કહ્યું, એ માણસ તમારો ચાહક
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy