________________
૧૨૦
“સંયમ એટલે મધ્યમાં રહેવું તે
ક્રોધ સાથે લડીને, ક્ષમાવાનનથી બન્યા. ક્ષમાની એટલી શક્તિ છે કે ક્રોધને ઊઠવાનો અવસર જ નથી. મહાવીર કહે છે કે સ્વયંની શક્તિથી પરિચિત હોવું કે થઈ જવું એનું નામ સંયમ છે. સંયમ શબ્દ બહુ અર્થપૂર્ણ છે. અંગ્રેજીમાં જે પુસ્તકો લખાયાં છે અને સંયમ વિષે જેમણે લખ્યું છે તેઓએ સંયમનો અનુવાદર્યો છે. કન્ટ્રોલ CONTROL', કાબુમાં રાખવું તે. પરંતુ તે અર્થ ખોટો છે. અંગ્રેજીમાં માત્ર એક જ શબ્દ છે જે, સંયમ શબ્દનો અનુવાદ બની શકે છે અને તે છે, ‘ટ્રાન્કવિલિટી-TRANQUILITY', પરંતુ ભાષાશાસ્ત્રીના ખ્યાલમાં એ શબ્દ આવતો નથી. કારણકે ભાષાની દષ્ટિએ એવો અર્થ કરવો બરાબર નથી. સંયમનો અર્થ છે એટલી શાંતિ કે જેને વિચલિત કરી શકાય તેમ નથી. સંયમી એટલે એવી વ્યક્તિ જે પોતે અવિચલિત, નિષ્કપ છે, જે સ્થિર થઈ ચૂકી છે. ગીતામાં જેને સ્થિતપ્રજ્ઞ કહ્યો છે, એવો માણસ મહાવીરના હિસાબે સંયમી છે. જે વ્યક્તિ ડામાડોળ થતી નથી, જે કંપિત થતી નથી જે પોતાનામાં સ્થિર છે, પોતાના પગ જમાવીને બેઠેલી છે એ સંયમી છે. આ વાત આપણે એક બીજી રીતે સમજીએ, સંયમનો અર્થ હમણા જણાવ્યો તેવો જો હોય તો અસંયમનો અર્થ છે, કંપન, ‘વેવરિંગ-wavaringટેમ્બલિંગ-Trembling” આપણું જે ડોલતું મન છે, તે એક છેડેથી બીજે છેડે ભાગ્યા કરે છે. જો મન કામવાસનામાં ચાલ્યું જાય તો એ છેડા પર પહોંચીને એ કંટાળશે, પસ્તાશે અને પરેશાન થશે. કારણકે કોઈ કામવાસનામાં લાંબો સમય ટકી શકતું નથી. બધી વાસનાઓ આખરે કંટાળો આપે છે. થકવે છે. ગભરાવે છે. કારણકે એમાંથી મળતું કાંઈ નથી. જે કાંઈ મળવાના સ્વપ્ન હતાં તે તૂટી જાય છે. વિફલતા અને વિષાદ સિવાય બીજું કાંઈ હાથમાં આવતું નથી. એટલે વાસનાથી ઘેરાયેલું મન જેવું એક છેડે પહોંચે છે કે એ ત્યાંથી બીજે છેડે દોડવા લાગે છે. એ વાસનાનો વિરોધી બને છે, દુશ્મન બને છે. કાલ સુધી જે વધુ ખાતો હતો તે અન્નત્યાગ કરવા લાગે છે. એટલે આ વાત ખ્યાલમાં રાખવા જેવી છે કે અન્નત્યાગ કરવાની ધારણા એવા સમાજમાં પેદા થાય છે જ્યાં ભરપેટ ભોજન મળતું હોય છે. જૈન સમાજમાં અન્નત્યાગ, ઉપવાસ, અનશનનો મહિમા છે. એનું કારણ એ નથી કે જૈનો મહાવીરને બરાબર સમજ્યા છે. અનશનનો મહિમા જૈન સમાજમાં એટલા માટે છે કે જેનો ભરપેટ ભોજન કરી શકે તેટલી એમની પાસે ક્ષમતા છે. જૈન સમાજ ઓવરહેડ-OVERFED સમાજ છે. એ સમાજમાં ગરીબ લોકો બહુ ઓછા છે. કહી શકય કે છે જ નહીં. તમને કદાચ આ વાતનો ખ્યાલ હશે કે ગરીબો ધાર્મિક તહેવારોમાં સારું સારું ભોજન બનાવે છે. પરંતુ જૈનોનાકે અમીર માણસોના ધાર્મિક તહેવારોમાં ઉપવાસ કરવાનો હોય છે. એટલે જેટલા દુનિયામાં ગરીબ ધર્મ છે તેમાં તહેવાર કે ઉત્સવના દિવસો વધારે ભોજનના દિવસો છે. અમીર ધર્મના તહેવારોને ઉત્સવો, ઉપવાસના દિવસો છે. જ્યાં જ્યાં ભોજન વધારે થતું હશે ત્યાં ત્યાં