SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણમ્: મંત્ર ૧૧૯ છે. એવું નથી કે એને ક્રોધને દબાવવો પડે છે, જેને દબાવવા માટે તાકાત વાપરવી પડે, તેનાથી આપણે કમજોર હોવાના. જેને આપણે તાકાત વાપરી દબાવીએ છીએ તેને ગમે તેટલું દબાવીએ તોપણ હંમેશાં માટે દબાયેલું નહીં રાખી શકાય. આજે નહીકાલે, જ્યારે આપણી તાકાત ઓછી થશે ત્યારે એ ફરીથી ફૂટી નીકળશે, આપોઆપવહેવા લાગશે. આત્મવાનવ્યક્તિની સામે ક્રોધની ક્ષમતા નથી કે એ એની જાણ બહાર, બેહોશીમાં પ્રગટ થઈ જાય. હુંએક કોલેજમાં હતો ત્યાં એક મજાની ઘટના ઘટી.એ કોલેજના પ્રિન્સિપાલ બહુ શક્તિશાળી હતા. ઘણાં વર્ષોથી એમણે એ પદ શોભાવ્યું હતું. એમની રિટાયર થવાની ઉમર પણ થઈ ગઈ હતી, પરંતુ રિટાયર થતા નહોતા. ખાનગી માલિકીની કોલેજ હતી. એક કમિટી હતી તે કોલેજ ચલાવતી હતી, પરંતુ કમિટીના માણસો પ્રિન્સિપાલથી ડરતા હતા. બીજા પ્રોફેસરો હતા તે પણ ડરતા હતા. પછી પાંચ દસ પ્રોફેસરોએ ભેગા થઈને, એક થોડો તાકાતવાળો પ્રોફેસર હતો તેને આગળ કર્યો. કહ્યું કે એ સૌથી જૂનો, સિનિયર પોસ્ટવાળો છે, એણે પ્રિન્સિપાલ થવું જોઈએ. મેં એ પ્રોફેસરને કહ્યું કે હું જાણું છું કે તમે બધા કમજોર છો. તમે જબરદસ્તી કોઈને પ્રિન્સિપાલની ખુરશી પર બેસાડવા જશો તો પસ્તાશો. એમણે કહ્યું કે અમારું સંગઠન છે અને સંગઠનમાં શક્તિ છે. બધા પ્રોફેસરોએ એકઠા થઈને પ્રિન્સિપાલની ખુરશી પર એક સજ્જનને બેસાડી દીધા. હું પણ બધો ખેલ જોવા હાજર થઈ ગયો હતો. જે પ્રિન્સિપાલ હતા તેના ઘરે ખબર મોકલી દેવાઈ કે આ રીતે કોઈને એમની ખુરશી પર બેસાડી દેવામાં આવ્યા છે. એમણે કહ્યું, બેસાડવા દો. બરાબર સમયસર, રોજની જેમ, અગિયાર વાગે પ્રિન્સિપાલ પોતાની ઓફિસમાં આવ્યા. જે પ્રોફેસરને એમની જગ્યા પર બેસાડવામાં આવ્યા હતા, તે પ્રિન્સિપાલને જોઈ ઊભા થઈ ગયા અને નમસ્કાર કરી કહ્યું કે, “આવો, બેસો’ પ્રિન્સિપાલ ઓફિસમાં દાખલ થતાં જ, પેલા પ્રોફેસર હટી ગયા. પ્રિન્સિપાલે પોલીસમાં કોઈ ફરિયાદ પણ ન કરી. મેં પૂછ્યું પ્રિન્સિપાલને કે પોલીસમાં કેમ ખબર આપતા નથી? પ્રિન્સિપાલે કહ્યું, પોલીસને ખબર! કાંઈ જરૂર નથી. એમને જે કરવું હોય તે કરવા દો. પ્રિન્સિપાલ શક્તિશાળી હતા. પોલીસની શું મદદ લેવી? જ્યારે શક્તિ સ્વયંમાં હોય ત્યારે વૃત્તિઓ સાથે લડવું પડતું નથી. વૃત્તિઓ આત્મવાન વ્યક્તિ પાસે માથું ઝુકાવીને ઊભી રહે છે. કોઈ સારથિ ઘરમાં બેસીને, જોતરેલા ઘોડાને લગામ પકડીને કાબૂમાં રાખે એ સારથિનો સંયમનથી. લગામ પકડીને કાબૂમાં રાખવામાં દમન છે. સંયમનો અર્થ દમન કરવું એવો થતો નથી. મહાવીરના હિસાબે સંયમી પોતાની શક્તિમાં પ્રતિષ્ઠિત છે. એની શક્તિમાં પ્રતિષ્ઠિત હોવામાં જ, એની વૃત્તિઓની નિર્બળતા અને નપુંસક્તા છે. મહાવીર પોતાની કામવાસના પર કાબૂ મેળવીને બ્રહ્મચર્યને ઉપલબ્ધ નથી થયા. એમની બ્રહ્મચર્યની શકિત એટલી બળવાન છે કે કામવાસના પોતાનું માથું ઉઠાવી શકે તેમ નથી. આ સંયમનો વિધાયક અર્થ છે, મહાવીર હિંસા સાથે લડીને અહિંસક નથી બન્યા. મહાવીર અહિંસક છે, માટે હિંસા પોતાનું માથું ઉઠાવી શકતી નથી. મહાવીર
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy