SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ નમો અરિહંતાણમ: મંત્ર ૧૧૫ અલગ હોવાથી કે પાણીનો રંગ જુદો હોવાથી સાગરનું સાગરપણું મટી જતું નથી. મહાવીરની સ્થિતિમાં મહાવીર શું કરે છે તેની આપણને ખબર છે. બુધ્ધની સ્થિતિમાં બુધ્ધશું કરે છે તેની આપણને ખબર છે. એમની પાછળ ચાલનારી અનુયાયી-પરંપરા જડ બની જાય છે. શાસ્ત્રોમાં જેનાં વર્ણન છે, તેવી સ્થિતિમાં મહાવીરે જેવું કર્યું હતું, તેવું અનુયાયી કરવા માગે છે. પરંતુ આજે મહાવીરના કાળ અને સ્થિતિ નથી, અને એ વાત પણ પાકી છે કે આપણે કોઈ મહાવીર નથી. કારણકે મહાવીરે પાછું વળીને ક્યારેય જોયું નથી કે એમની પહેલાં કોઈએ શું કર્યું હતું. મહાવીરે જે કાંઇ ક્યું, તે એમનું કત્યન હતું, એ માત્ર ઘટના હતી, એક happening હતું એ બની રહ્યું હતું, કોઈ ચોક્કસ નિયમના આધારે બન્યું ન હતું. એ બધી નિયમરહિત ચેતનામાંથી ઉદ્દભવેલી ઘટનાઓ હતી. સ્વતંત્ર ઘટના હતી. એટલે કર્મનું એમાં બંધનન હતું. મહાવીરે ઘણું બધું કર્યું હોત. શું કર્યું હોત તે કહીનશકાય, એટલે અમુક પરિસ્થિતિમાં શું કરે તેનો કોઇ ઉત્તર આપી શકાય તેમ નથી. દરેક પળે જીવન બદલાય છે. જિંદગી કોઈ સ્ટીલ ફોટોગ્રાફ જેવી નથી. જિંદગી ગતિમાન છે, ભાગતા દોડતા ચલચિત્ર જેવી. ચલચિત્રમાં બધું આખો વખત બદલાયા કરે છે. હરેક પળે નવું ચિત્ર, નવીન સ્થિતિ રજૂ થાય છે. દરેક નવી સ્થિતિમાં મહાવીરનવાં ઢંગથી પ્રગટ થશે. મહાવીર આજે જે ફરી પ્રગટ થાય તો જેને લોકોને પારાવાર મુશ્કેલી વરતાશે. પચીસસો વર્ષ પહેલાંનું જીવન ટાંકી મહાવીરના અનુયાયી, આજના મહાવીરની કસોટી કરશે કે એ અગાઉના મહાવીર જેવું વર્તન કરે છે કે નહીં. એક વાત નિશ્ચિત છે કે આજના મહાવીર, અગાઉના મહાવીરની જેમનહી જીવે. કારણકે આજની સ્થિતિ જુદી છે. બધું બદલાઈ ગયું છે. એટલે જે શાસ્ત્રોની જડ વાતોને વળગી રહેશે તે આજના મહાવીરનો સ્વીકાર નહી કરી શકે. જો બીજી થોડી વ્યક્તિઓ આજના મહાવીરને મળી જાય તો નવો સંપ્રદાય શરૂ થઈ જાય, પરંતુ જૈન પરંપરા, આજના મહાવીર નહીં સ્વીકારી શકે. એવું જ બુદ્ધની અને કૃષ્ણની બાબતમાં બનશે. કારણકે આપણે કર્મોને પકડીને બેસી ગયા છીએ. કર્મો તો રાખ જેવાં છે, ધૂળ જેવાં છે, કર્મ તૂટી ગયેલાં વૃક્ષના પાંદડા જેવાં છે. એ પાંદડામાંથી વૃક્ષનું માપન કાઢી શકાય. વૃક્ષ પર તો હર પળે નવાં પાન, નવા અંકુર ફુટે એ જવૃક્ષનું જીવન છે. સૂકાં પાન વૃક્ષનો ભૂતકાળ છે, વર્તમાન જીવનનથી. સૂકાં પાન એવું નથી બતાવતાં કે એ હવે વૃક્ષ માટે વ્યર્થ બની ખરી પડ્યાં છે ? બધાં કર્મો સૂકાં પાન જેવાં છે. એ બહાર ખયાં કરે છે. વૃક્ષની ભારતમાં જીવન હરપળનવું લીલુંછમ, ગતિશીલ ધબકી રહ્યું છે. સૂકાં પાન એકઠાં કરીને, આપણે વૃક્ષને સમજી શકીએ છીએ? સૂકાં પાન સાથે વૃક્ષને કાંઈ લેવાદેવા નથી. વૃક્ષનો સંબંધ ભીતર વહેતી પ્રાણની ધારા સાથે છે, જ્યાં નવાં પાનનાં અંકુર હર પળ ફૂટ્યા કરે છે. વૃક્ષ કાંઇ વિચારી વિચારીને પાંદડાને જન્મ આપતુ નથી. વૃક્ષમાંથી પાંદડા જન્મે છે. એ કેવાં હશે તો તેનો આધાર
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy