SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ સંયમ” એટલે મધ્યમાં રહેવું તે જમહાવીર, લાઓત્સ, બુદ્ધ કે કૃષ્ણ જેવા માનવોનાં કર્મ સમજવી એ જગતમાં અત્યંત દુર્ગમકઠિન સમસ્યા છે. આપણે આવા પ્રશ્નોશા માટે કરીએ છીએ ? આપણે એટલા માટે પૂછીએ છીએ કે આવા પ્રસંગોએ મહાવીર શું કરશે તે આપણને બરાબર ખબર પડે તો આપણે પણ એ રીતે જ કરીએ, પરંતુ એ ખ્યાલ રાખવો જોઈએ કે મહાવીર થયા વિના આપણે મહાવીર જેવું નહીં જ કરી શકીએ. આપણે મહાવીર જેવું કરતા દેખાઈ શકીએ, પરંતુ તે મહાવીર જેવું તો નહીં જ હોય. આ મોટી મુશ્કેલી છે. મહાવીર પાછળ પચીસસો વર્ષથી એમના અનુયાયી ચાલી રહ્યા છે. એમણે કોઈ વિશેષ પરિસ્થિતિમાં મહાવીર જે કાંઈ કરતા તે વિશે જે સાંભળ્યું હશે, તેની નકલ કરવાનું ચાલુ રાખ્યું છે. નકલમાં કોઈ આત્માનો અનુભવ મળતો નથી. જે કૃત્ય મહાવીર માટે સહજ હતું તે એમના અનુયાયી માટે પ્રયાસપૂર્વકનું બને છે. મહાવીરની દ્રષ્ટિમાંથી જે પેદા થયું હતું તે અનુયાયી માટે માત્ર ગોઠવેલી આદત બની જાય છે. મહાવીરે કોઈ ઉપવાસર્યો હતો ત્યારે એમને માટે ઉપવાસ નો કોઈક જુદો જ અર્થ હતો. એ ઉપવાસ કરતાં મહાવીરએટલા આત્મલીન હતા કે એમને શરીરનું સ્મરણ જ રહ્યું નહીં હોય. આજે મહાવીરના અનુયાયી ભોજન કરે છે ત્યારે એમના શરીરનું એમને સ્મરણ થતું નથી, પરંતુ જ્યારે ઉપવાસ કરે છે ત્યારે તો ચોવીસ કલાક શરીરનું જ સ્મરણ રહ્યા કરે છે. એના કરતાં તો ભોજન કરી લીધું હોત તો મહાવીરની વધારે નિકટ રહેત, શરીરનું સ્મરણ ન આવવાને કારણે મહાવીરે ચોવીસ કલાક ભોજનનક્યું ત્યારે તેમને શરીરનું સ્મરણ જનરહ્યું, તો ભૂખનો ખ્યાલ ક્યાથી આવે ? ભોજનની ખોજમાં બહાર પણ કોણ જાય? મહાવીર જેવા માનવોની નકલ ન થઈ શકે. નકલ કરીને કોઈ મહાવીર થઈ શકે? પરંતુ અનુયાયીઓની પરંપરા નકલ કરવાનું કામ કરે છે. એ કામવિનાશનું કારણ બને છે. મહાવીરે શુંક્યું તેના તરફ જ નજર છે. બધા ધર્મના ઝગડાઓ આનકલકરવાની વૃત્તિમાંથી પેદા થયા છે. મહાવીરે જે કર્યું તે કૃષ્ણ કર્યું તેનાથી જુદું છે, બુધ્ધ કાંઈ જુદું જ કર્યું, જિસસે પણ કાંઈ જુદું કર્યું. તે બધાની સ્થિતિ અલગ અલગ હતી. મહાવીરે જે ક્યું તે કૃષ્ણ કરતાં અલગ દેખાય તો મહાવીરના અનુયાયીઓ કહેશે કે કૃષ્ણ ખોટું કર્યું. કારણકે મહાવીરે કૃષ્ણ જેવું ક્યારેય કર્યું નહોતું. બુદ્ધ કાંઈ કરે તો તે ખોટું, કારણકે મહાવીરે એવું ક્યું નથી. બુધ્ધને માનવાવાળા કહે છે કે બુધ્ધ જે કાંઇ ક્યુતે જ બરાબર હતું. મહાવીરે બુધ્ધ જેવું ક્યું નથી માટે મહાવીરને જ્ઞાન થયું નથી. આ રીતે આપણે કર્મોથી જ્ઞાન માપવાની ભૂલ કરીએ છીએ. કર્મ જ્ઞાનથી પેદા થાય છે અને જ્ઞાન કર્મથી બહુ મોટી ઘટના છે. સાગરમાં લહેર પેદા થાય છે, પરંતુ સાગરને મોજાંથી માપી શકાતો નથી. વળી હિન્દ મહાસાગરમાં એક પ્રકારનું મોજું હોય, પ્રશાંત મહાસાગરમાં જુદા પ્રકારનું હોય. કારણકે બધે અલગ અલગ પ્રકારના પવન, અલગ દિશાઓમાંથી કાંતા હોય છે. મોજાનો પ્રકોપ
SR No.023471
Book TitleNamo Arihantanam Mantra
Original Sutra AuthorN/A
AuthorOsho
PublisherUpnishad Charitable Trust
Publication Year2008
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy