________________
જાજ જૈન પત્રકારત્વ અપાઇ જાજ જૈન પત્રકારત્વ : એક દષ્ટિપાત
– ગુણવંત બરવાળિયા મુંબઈસ્થિત ગુણવંતભાઈએ c.A. સુધી અભ્યાસ કર્યો છે. તેઓ અખિલ ભારતીય જેન કૉન્ફરન્સના મંત્રી છે. તેમનાં સર્જન-સંપાદનનાં ચાલીસ પુસ્તકો પ્રગટ થયાં છે. જૈનસાહિત્ય જ્ઞાનસત્રના સંયોજક છે. જેના પત્રોના સંપાદન
કાર્ય સાથે સંકળાયેલા છે. ' પત્રકારત્વનું બીજ ખૂબ પ્રાચીન છે. પ્રાચીન કાળમાં સમાચાર સંદેશા મોકલવાનું કામ કબૂતર અને પોપટ જેવાં પંખી દ્વારા કરાતું.
નગારાં, ઢોલ, બુંગિયા, ડફલી, ઢઢેરો પીટાવવો, ઢોલ વગડાવવાં, ભેરી વગાડવી, શંખ, ઝાલર વગડાવવાં, સંદેશા માટે ખેપિયા મોકલવો, અનુચર અને દૂત દ્વારા ખબર મોકલવી.
કવિ કાલિદાસે મેઘને અને કવિ કાન્ત ચંદ્રને સંદેશવાહક બતાવ્યા છે. આધુનિક યુગમાં માનવમૂલ્યોની સ્થાપના અને તેના સંસ્કરણમાં સમાચારપત્રોનું સ્થાન સર્વોપરી છે. માણસની જિજ્ઞાસુ સ્વભાવને કારણે અને તેના મનોરંજન, કળા, ઉદ્યોગ-વ્યાપાર, આરોગ્ય, ધર્મ, હવામાન, નવી શોધો, દેશ-વિદેશના સમાચારો વગેરે ગતિઓ જાણવા સમાચારપત્રો, સામયિકોનું, સમૂહ માધ્યમોનું સ્થાન જીવનમાં મહત્ત્વનું બન્યું છે.
૧૮મી સદીથી વર્તમાનપત્રો અને સામયિકોની શરૂઆત થઈ. મુદ્રણકલાના વિકાસ સાથે સમાચારપત્રોનો વિકાસ થયો. સન ૧૭૮૦માં હિન્દુસ્તાનના પત્રકારત્વે પ્રથમ ડગ માંડયું. ૨૪ જાન્યુઆરી ૧૭૮૦ના રોજ શનિવારે કલકત્તાથી જેકસ ઓગસ્ટ હિક્કી નામના અંગ્રેજે “હિકીઝ બંગાલ ગેઝેટ ઓફ ધી ઓરિજીનલ કલકત્તા” નામે અખબાર કાઢ્યું. પાછળથી તે “બંગાલ ગેઝેટ”ના નામથી પ્રસિદ્ધ થયું. આ અખબારથી ભારતમાં પત્રકારત્વનો શુભ આરંભ થયો. બંગાળીમાં ૩૧ મે, ૧૮૧૮ના ક્લકત્તાથી સમાચાર દર્પણ” શરૂ થયું. તે દેશી ભાષાનું પ્રથમ પત્ર. ૧૮૨૮માં રામમોહન રાયે “સંગબાદ કૌમુદી” અને ૧૮૨૨ની ૧લી જુલાઈએ ફદુનજી મર્ઝબાને “શ્રી મુંબઈના સમાચાર” નામનું પત્ર કાઢ્યું.
૯૪