________________
કાજામાજા જૈન પત્રકારત્વ જ
સન ૧૮૫લ્માં અમદાવાદમાંથી “જૈન દીપક” નામના માસિકનું પ્રકાશન થયું અને આમ જૈને પત્રકારત્વની જ્યોત પ્રગટી. એક રીતે જોઈએ તો જૈન પત્રકારત્વનો ઇતિહાસ ૧૫૦થી વધુ વર્ષનો ગણી શકાય. ૧૮૫થી ૨૦૧૨ સુધીમાં જૈનોના બધા ફિરકાના અને જૈન સંસ્થાઓના મળીને ૭૦૦ જેટલાં પત્રો પ્રગટ થયા છે અને તે ઉપરાંત ઇન્ટરનેટ પર માત્ર ઓનલાઈન ઉપરના પત્રોની સંખ્યા પણ ઘણી છે. - દુનિયાના કોઈ એક સમાજે આટલી મોટી સંખ્યામાં ધાર્મિક, સામાજિક પત્રો પ્રગટ કર્યા હોય એવી શક્યતા જણાતી નથી. ભારતના વિવિધ પ્રાંતો અને વિદેશમાંથી હિન્દી, ગુજરાતી, મરાઠી, તામિલ, કન્નડ, બંગાલી, સંસ્કૃત અને ઇંગ્લિશ સહિત ૧૦ ભાષાઓમાં આ પત્રો પ્રગટ થાય છે.
પ્રથમ ગુજરાતીમાં ૧૮૫લ્માં અમદાવાદથી “જૈન દીપક”, ૧૮૮૦માં હિન્દી ભાષામાં “જૈન પત્રિકાઓ, પ્રથમ સંસ્કૃતમાં પ્રયાગથી ૧૮૮૪માં પ્રથમ મરાઠી ભાષામાં "જૈન બોધક” અને ઉર્દૂ ભાષામાં “જીયાલાલ પ્રકાશ” અનુક્રમે શોલાપુર અને ફરૂખનગરથી, ૧૯૦૩માં પ્રથમ તામિલ ભાષામાં “ધર્મશીલન', મદ્રાસ (ચેન્નઈ)થી પ્રથમ કન્નડ ભાષામાં ૧૯૮૦માં “જિનવિજયે”, બેલગામથી અને ૧૯૨૩માં બંગાળી ભાષામાં “જિનવાણી” પ્રથમ કલકત્તાથી પ્રગટ થયા.
સંચાલનની દષ્ટિએ જૈન પત્રકારત્વને નીચે પ્રમાણેના વિભાગોમાં મૂકી
શકાય.
* ફિરકા અને સંપ્રદાયના પત્રો - પત્રિકાઓ * વ્યક્તિગત માલિકીના પત્રો - પત્રિકાઓ
જ્ઞાતિની સંસ્થા-મંડળ, સમાજના પત્રો * પૂ. ગુરુભગવંતો, પૂ. સતીજીઓ પ્રેરિત પત્રો - પત્રિકાઓ.
દેશ-વિદેશની જૈન સંસ્થાઓ અને ફેડરેશનના મુખપત્રો.
કચ્છી દશા-ઓસવાળ જ્ઞાતિએ સન ૧૮૮૧માં મુંબઈથી પ્રથમ જ્ઞાતિપત્રનો શુભારંભ કર્યો. યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીની પ્રેરણાથી સન ૧૯૦૯માં સાધુજી પ્રેરિત પ્રથમ “બુદ્ધિપ્રભા' માસિકનું અમદાવાદથી મંગલાચરણ થયું. શરૂઆતના તબક્કામાં “જૈન દીપક', “જૈન દિવાકર” માસિક, જૈન સુધારસ",
૯૫