________________
રાજા રામ જૈન પત્રકારત્વ જ અજાણી જૈન હિતેચ્છુ”, “જ્ઞાનપ્રકાશ”, “ધર્મોદય”, “તત્ત્વવિવેચક”, “આનંદ, “શ્રાવક”, “સનાતન જૈન”, “શ્વેતાંબર કોન્ફરન્સ હેરલ્ડ”, “જૈન પતાકા , “સમાલોચન”, “બુદ્ધિપ્રભા', “જૈન સાપ્તાહિક', “જૈન ધર્મપ્રકાશ”, “પ્રબુદ્ધ જૈન”, “આત્માનંદ પ્રકાશ”, “જિનસંદેશ”, “જૈન પ્રકાશ” મુનિશ્રી સંતબાલજી પ્રેરિત પ્રયોગ દર્શન” અને “જૈન” જેવા ગુજરાતી માસિક પત્રોએ ધર્મની સમજ અને સમાજ-સુધારાનું નોંધપાત્ર કામ કર્યું હતું.
આ પત્રોએ લોકકેળવણીનું પણ કામ કર્યું. ત્યારે બાળલગ્નો અને વૃદ્ધલગ્નો સામાન્ય હતાં. કન્યાવિક્રય થતા, બાળવિધવા કે યુવાવિધવા પર સમાજના કડક નિયંત્રણો હતાં. મૃત્યુ પછીની વિધિ વિવિધ દિવસો સુધી ચાલતી, જમણવાર થતાં, લગ્ન પ્રથા પણ જટિલ હતી. ઉપપત્ની રાખવી કે એકથી વધુ પત્ની રાખવી તે મોભો ગણાતો. પરદેશગમન કરનારને આકરી સજા થતી. સાધુસંસ્થા પર યતિ સંસ્થાનું નિયંત્રણ હતું. સાત ક્ષેત્રોની જાળવણીનું જ્ઞાન ન હતું આ કાળમાં આ પત્રોએ ધર્મની સાચી સમજણ આપવાનું અને સામાજિક સુધારાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું. તે પછીના તબક્કાના પત્રો, ધાર્મિક સાથે જ્ઞાતિપત્રો ને સામાજિક પત્રોનો ઉદય થયો. તેમણે જ્ઞાતિ ઉત્કર્ષ અને શાસન સંગઠનની વિચારધારાને આગળ ધપાવવાનો પુરુષાર્થ કર્યો.
જૈન પત્રકારત્વના ત્રીજા તબક્કાના પત્રો શાસન સમાચાર, જૈન શિક્ષણ, યુવા અને મહિલા ઉત્કર્ષનાં લખાણોમાં રસ દાખવી રહ્યા છે તે શ્રાવકાચારની સમજણ આપવા સાથે સાધુજીવનની સમાચારિણીની પણ સમજણ આપે છે.
જ્ઞાતિપત્રો સગપણ (વેવિશાળ)ના પ્રશ્નને હલ કરવા, કન્યા-મુરતિયાની યાદી પણ પ્રગટ કરે છે. સમાજ કે જ્ઞાતિમાં ચાલતી વૈદકીય-તબીબી સહાય અને શિક્ષણ રાહતની વિગતો ઉપરાંત નોકરી-ધંધા, ઘર વગેરેની વિગતો પ્રગટ કરી સમાજઉપયોગી જનહિતનાં કાર્યો કરે છે. 'દશા શ્રીમાળી', “ઓશવાળ',
પોરવાળ', ઘોઘારી દર્પણ', “કાઠિયાવાડી જૈન’, ‘સમાજ ઉત્કર્ષ (મચ્છુકાંઠા)', કચ્છી પત્રિકા', 'કચ્છ રચના', ઝાલાવાડી પત્રિકા, રાજસ્થાની પત્રિકા, ‘મેવાડ સમાજ', પંજાબ જૈન સભા વગેરે અનેક જૈન જ્ઞાતિપત્રો, ધાર્મિક ઉપરાંત સમાજ
૯s