________________
કાકા છોકરા જ જેના પત્રકારત્વ જ જાય,
સુશીલની કલમ, વાચકને આગળની ઘટના જાણવાની ખૂબ ઇંતેજારી હોય ત્યારે સમાજને સુધારવા માટેના ઉપદેશો પાત્રની વાણી થકી ધરી દે છે. જેમ કે “પુરુષપ્રધાન સમાજ છે તો શું? એક સ્ત્રી બીજી સ્ત્રીને તિરસ્કૃત થતી ન બચાવે તો એને પશ્ચાત્તાપનો મોકો નહીં મળે.”
સુશીલની દષ્ટિ ગુણાનુરાગી હતી. ઈ.સ. ૧૫૧માં શ્રી રતિલાલ દેસાઈ, જયભિખ્ખ, દર્શનવિજયજી અને અન્ય વિદ્વાન મિત્રો બીમાર સુશીલને મળવા ગયા. સુશીલે બંગાળી વિદ્વાનોએ લેખલા જૈનદર્શનના લેખોના ઘણાં વખાણ કર્યા. તેમણે કહ્યું, “જિનવાણી પુસ્તકમાં જે સંગ્રહ કરવામાં આવ્યા છે તે પછી તો ડૉ. ભટ્ટાચાર્યે જૈન તત્ત્વજ્ઞાન અંગે બીજા ઘણા મહત્ત્વના લેખો લખ્યા છે. એ લેખોમાંથી થોડા ચૂંટીને એનો બીજો સંગ્રહ કરવો જરૂરી છે. એમાં બહુ ઉપયોગી સામગ્રી ભરી છે. આ વિદ્વાને કેવું અભ્યાસપૂર્વક લખ્યું છે અને એની તુલના કરવાની શક્તિ પણ કેવી અદ્ભુત છે!”
ઉપરોક્ત ચર્ચામાંથી એક અગત્યની વાત એ છે કે સુશીલ પત્રકાર સૂતાં, ઊઠતાં, બેસતાં આખો દિવસ જૈન શાસનને વિદ્યાના ક્ષેત્રમાં સમૃદ્ધ કેમ બનાવવું તેના જ વિચારોમાં રહેતા. પત્રકાર તરીકે તેમણે પણ ઘણી મુસીબતોનો સામનો કર્યો હશે. છતાં પણ નીડર બની વિવેક ચૂક્યા વગર શાંતિથી મુશ્કેલીમાંથી માર્ગ કાઢયો છે.
આવા સાહિત્ય ઉપાસકને મેઘાણી, “જૈન” પત્રના માલિક ગુલાબચંદભાઈ, ગુરુ શ્રી પ્રદ્યુમનસૂરિ અને બીજા વિદ્વાનોએ બિરદાવ્યા છે. એમનું મૃત્યુ ઈ.સ. ૧૯૬૧માં ભાવનગર મુકામે થયું. જૈન સમાજના દરેક પગે એમને શ્રદ્ધાંજલિ આપી.
શુદ્ધ સાહિત્યના ઉપાસકની કલમ કદિ કોઈની મોહતાજ થતી નથી. તેમના ઘણા લેખો પ્રબુદ્ધ જીવન, જૈન હેરોલ્ડ, આત્માનંદ પ્રકાશ વગેરે સામયિકોમાં પ્રકાશિત થયા છે.
છે