________________
જૈન પત્રકારત્વ વાક્યપ્રદીપ તૈયાર થાય છે તેનું આકર્ષણ અનેરું હોવાથી એમાં વાચકને નવરસના સાગરમાં ડુબકી મરાવવાની તાકાત હોય છે.
સુશીલના પત્રકારત્વનું મૂલ્યાંકન : ચાળીસ વર્ષના પત્રકારિત્વ થકી સુશીલે જૈન સમાજની ઘણી મોટી સેવા કરી છે. લોકોમાં પત્ર દ્વારા સુસંસ્કારોનું સિંચન એજ એમનો મુદ્રાલેખ હતો. જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મના ઊંડા અભ્યાસ ઉપરાંત પાશ્ચાત્ય વિદ્વાનોનાં લખાણોથી પણ તેઓ સુપેરે પરિચિત હતા. જૈન પૌરાણિક પરમ ઔદાર્યની અજોડ આખ્યાયિકાઓને નવા દષ્ટિકોણથી આલેખિત કરી અહિંસા અને અનેકાંતના સિદ્ધાંતોને જૈનેતર સુધી પહોંચાડવામાં તેઓ
પ્રથમ હતા.
તે સમય વીસમી સદીનો પૂર્વાર્ધ, ભારત માટે રાજકીય, સામાજિક અને ધાર્મિક જાગૃતિનો હતો. તીર્થરક્ષાના પ્રશ્નોના સમાધાનમાં તેમના પત્ર “જૈને ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી. “જૈન” પત્ર દ્વારા તેઓ સમાજને વિવિધ સામાજિક બાબતો, દેશ-પરદેશમાં વ્યાપ્ત જૈન ધર્મના અવશેષો, પ્રતિમાઓ, ચિત્રો, શોધનિબંધ વગેરે અણમોલ સામગ્રી આપતા હતા. આવાં વૈવિધ્યપૂર્ણ વાંચન માટે વાચકવર્ગ સદા આતુર રહેતો. પ્રકૃતિ તેમની આનંદિત, મનમોજી અને સરળ જેનો પ્રભાવ એમના લેખોમાં જોવા મળે છે. ક્યાંયે કૃત્રિમતા કે શબ્દોની ઝાકમઝોળ દષ્ટિગોચર થતી નથી, પરંતુ ગુણકારી સાહિત્ય જ મળ્યું છે. એમના પ્રારંભના તંત્રીલેખોમાં તેઓ નોંધે છે કે, “ચિત્ત સદા જૈન કોમની પ્રગતિ કેમ થાય એમાં જ રહે છે. તેમના દ્વારા કથાના પાત્રોનું મનોમંથન અને તેમના દ્વારા સમાજ સુધારણાનો સદેશ, અન્ય સ્થળે કવચિત જ જોવા મળે છે. સુશીલ લખે છે, “લોકસમૂહને શીખવવા માટે ફક્ત સિદ્ધાંત અને તત્ત્વ કામ ન આવે પરંતુ એને લોકભોગ્ય બનાવવા દષ્ટાંતો, કથાઓ અને ઉદાહરણો પુષ્કળ પ્રમાણમાં જોઈએ.” સુશીલ પોતાની ચિલઝડપે વહેતી કલમ વિશે સુંદર ઉપમા આપે છે --
“ આ કથાઓને / લેખોના આરંભ અને અંત એટલા વેગવાળા હોય છે કે પર્વતની કેડ ઉપરથી છૂટું પડી નાસતું ઝરણું ક્યાંક આત્મવિલોપન કરવા તલસતું હોય એવો ભાસ થાય. ઉપદેશક પણ શોતાની તરસ છીપાવવા વચ્ચે ક્યાંય પણ ખોટી થયા વિના ઝટઝટ છેલ્લી ઘટના કહી નાખતા હોય એમ લાગે.”