________________
જાયા કાકા જૈન પત્રકારત્વ સમજાવવા
તેઓ ઈ.સ. ૧૯૪૮ પછી થોડા બીમાર રહેવા લાગ્યા. તેમને મળવા માટે બળવંતરાય મહેતા, ઠક્કરબાપા, ઢેબરભાઈ, જયભિખ્ખ, રતિલાલભાઈ વગેરે આવતા. સુશીલ બધાની સાથે સમાજોદ્ધારની વાતો કરતા. સુશીલની સર્વગ્રાહી નજર બંગાળી અને અંગ્રેજી ભાષામાંથી જૈન તત્ત્વજ્ઞાનને લગતા જે લેખોના અનુવાદ બાકી છે તે વિશે ચર્ચા કરતા. બંગાળી વિદ્વાનોના અભ્યાસપૂર્ણ લેખો કયા સામયિકમાં સંગ્રહેલા છે એ સર્વ તેઓ યાદ કરતા. તેમને આશીર્વાદ આપવા દર્શનવિજયજીની ત્રિપુટી અને અન્ય ગુરુભગવંતો આવતા. સુશીલની સેવા, સુશ્રુષા, ભોજન અને અન્ય સગવડોનું ધ્યાન શ્રી ગુલાબચંદભાઈ (ક્સના માલિક) રાખતા હતા. શ્રી ગુલાબચંદભાઈએ સુશીલની ખૂબ કાળજી લીધી. સુશીલ પણ “જૈનને એક વડીલ તરીકે સંભાળતા. સુશીલનું આયુષ્ય ઈ.સ.૧૯૬૧માં પૂર્ણ થયું. એમની સાહિત્યસેવા તથા ઉચ્ચ ચારિત્રની દરેક પ2 (publications) નોંધ લીધી અને એમના જીવનકાર્યને બિરદાવ્યું. શ્રી ગુલાબચંદભાઈએ “અમૃત સમીપેટમાં એમના જીવનનું મૂલ્યાંકન કરતાં લખ્યું છે – “શ્રી ભીમજીભાઈ નિખાલસ, અલ્પભાષી સંતપુરુષ હતા, એટલે એમના વ્યક્તિત્વની વિશાળતા બહુ ઓછાના ખ્યાલમાં આવતી. ઉદાર અને વિશાળ દષ્ટિથી અને સહૃદયતાપૂર્ણ મનોવૃત્તિથી એમણે જુદી જુદી ભાષાઓના સાહિત્યના વિવિધ વિષયોનું ખેડાણ કર્યું હતું જૈન પત્રને લોકપ્રિય બનાવવામાં, એના વિકાસમાં અને એને સુવાચ્ય બનાવીને પ્રતિષ્ઠાસંપન્ન બનાવવામાં શ્રી ભીમજીભાઈએ જે જહેમત ઉઠાવી એનો વિચાર કરીએ છીએ તો અમારું અંતર અભારની લાગણીઓથી ઊભરાઈ જાય છે. એમની ભાષા જેવી પ્રૌઢ અને ગંભીર હતી એવી જ ઓજસ્વી અને મધુર હતી.”
એમણે કરેલાં કાર્યની નોંધ લઈએ તો સમજાય છે કે ભૂતકાળમાં આપણે આપણી અજ્ઞાનતાને લીધે કેટલીયે જૈન ગુફાઓ ગુમાવી દીધી છે. જેમ કે, ભદ્રાવતી, ખંડગિરિની ચાર ગુફાઓ, કાલિકટ, ગિરનાર અને જૂનાગઢ જ્યાં બૌદ્ધધર્મી કે હિંદુઓનો કબજો છે. સુશીલના અભ્યાસને કારણે ખારવેલનાં શીલાલેખને જૈન ધર્મનો કહેવામાં ઝાઝી મુશ્કેલી નહીં નડી.
સુશીલના જેવા સંતોષી અલગારી આત્મા જ્યારે હાથમાં કલમ ઉઠાવે ત્યારે બારાખડીના અક્ષરો હૃદયના ઊંડાણમાંથી સરતા હોય છે. એ શબ્દોનું જે
૯૧