________________
જૈન પત્રકારત્વ
બંગાળના નવાબને એની નવાબી ચરણે ધરી દે છે તથા તેઓની મૈત્રી અવિરતપણે ચાલુ રહે છે. સુશીલ અહીં ઐતિહાસિક વિગતોની સાથે સાચી સલાહ આપતા. જગતશેઠનાં સૂચનો ન માનવાને કારણે સર્જાયેલાં ભયંકર પરિણામોનું વર્ણન પોતાની આગવી શૈલીથી રજૂ કરે છે. વોરન હેસ્ટિંગ્ઝ અને ક્લાઈવ બંગાળનો કબજો લઈ લે છે. આખું બંગાળ ત્રાહીમામ્ થઈ જાય છે. જગતશેઠ મહેતાબચંદ નવાબોને યુદ્ધ કરવાને બદલે સુલેહ કરવાની સલાહ આપે છે, કારણકે અંગ્રેજો દ્વારા કોઈપણ એક સૈનિકને ફોડીને જીતની બાજી હારમાં પલટી નાખવાની રણનીતિ જગતશેઠ કળી ગયા હતા. નવાબ મીરકાસિમ આ જ કારણે હારી ગયો. તેણે મહેતાબચંદ અને તેના ભાઈ સ્વરૂપચંદને ભાગીરથી નદીના ઊંડા જળમાં ઊતારી દીધા. આ પ્રમાણે જૈન શ્રેષ્ટીઓની શ્રીમંતાઈ અને બુદ્ધિમત્તાની ખૂબીઓ લેખકે ઘણી વિદ્વત્તા અને રસિકતાથી વર્ણવી છે.
સંશોધક, લેખ અને પત્રકાર તરીકેની સુદીર્ઘ કારકિર્દીએ સુશીલ ને વિશિષ્ટ ગૌરવ અપાવ્યું. ઈ.સ. ૧૯૨૨માં ‘સૌરાષ્ટ’ પત્રમાં જોડાયા. એમના પ્રયત્નોથી પત્ર ખીલી ઊઠયું. એમને અમૃતલાલ શેઠ, કકલભાઈ અને હરગોવિંદ પંડચાનો સાથ મળ્યો. ઝવેરચંદ મેઘાણી એમના મિત્ર હતા. એ સમયે સંપૂર્ણ ભારતમાં આઝાદીની ચળવળ વ્યાપેલી હતી. સુશીલ પણ સત્યાગ્રહની લડતમાં જોડાયા અને છ મહિનાનો કારાવાસ ભોગવ્યો. ત્યાર બાદ ફૂલછાબ પત્રને નવો અવતાર આપી સદ્ધર કર્યું. જૈન પત્રના સંચાલનમાં તેઓનું યોગદાન અદ્વિતીય ગણાય. એમણે ખેડાણ કરેલી અલગ અલગ ભાષાઓ અને વિષય વૈવિધ્યનો લાભ ‘જૈન’ થકી જનતાને મળ્યો.
સાહિત્યતદર્પણ : સુશીલની અદ્ભુત લેખિનીને ઉજાગર કરનાર પ્રેરણાસ્રોત તેમના મિત્ર ઝવેરચંદ મેઘાણી હતા. મેઘાણી ધર્મપ્રેમી કલાપારખુ જન હતા. તેમની મનોરથ સૃષ્ટિમાં ઘણી મથામણો ચાલુ રહેતી જેવી કે- ‘‘જૈન ધર્મમાં આટલી સુંદર કથાઓ છે તો તે લોકો સુધી કેમ નથી પહોંચતી ? આ કથાઓ, અન્ય ધર્મની વાર્તાઓ સાથે બાળકોના અભ્યાસક્રમમાં સ્થાન શું કામ નથી પામતી ? રવીન્દ્રનાથ ટાગોરે ‘કથાઓ કાહિની'માં દરેક ધર્મ અને જાતિના લોકોની બલિદાનની કથાઓ આપી છે, સિવાય કૈ જૈન ધર્મ. જૈન ધર્મમાં વૈરશમનની આખ્યાયિકાઓ પર કોઈ
८८