________________
કાકા છે જેના પત્રકારત્વ જ
જ સ્થાનકવાસી, દેરાવાસી કે દિગંબર એવી કોઈની માલિકી નથી, એ તો જૈન કોમનું પરમધન કહેવાય. આવી સુંદર કથાઓ જો સુશીલની કલમથી પુનઃ જીવતદાન પામે તો કેટલું સારું!” સુશીલ ઉત્તર આપતા કે, “આપણા પામર લખાણો લોકો પર ઠોકી બેસાડવા કરતાં વિશ્વના મહાન સાહિત્યકારોની કૃતિઓ લોકો વાંચે તો ઘણું ઉત્તમ કહેવાય.” આખરે મેઘાણીએ વિનંતી કરી કે કથાના માધ્યમથી જે બોધ બાળપણમાં ગુરુમુખે સાંભળ્યો હતો તે કથા સહિત યાદ છે અન્ય કંઈ સ્મૃતિમાં રહેતું નથી. અંતે સુશીલની કલમે મિત્ર મેઘાણીનું માન રાખ્યું અને જૈન સમાજને આટલો સુંદર ફાલ મળ્યો. એમના ૪૫ જેટલા ગ્રંથોમાં ઇતિહાસ, ચરિત્રો, આખ્યાયિકાઓ, કરુણારસસભર કથનીઓ, જ્યોતિષશાસ્ત્રના ગ્રંથો, અનુવાદો વગેરે મુખ્ય છે. તેમની કૃતિઓ જૈન અને જૈનેત્તર બને જોવા મળે છે. પ્રભુ મહાવીર, વિજયધર્મસૂરિજી, આત્મારામજીનાં ચરિત્રો સાંપ્રદાયિક છે. તો ચંપારણમાં ગાંધીજી અને ઇસ્લામના ઓલિયા બિનસાંપ્રદાયિક છે. શ્રેણિક બિંબિસાર, પેથડશાહ, મૃણાલિની વગેરે મહાપુરુષોનાં જીવનની કથની છે. એમણે આપેલો મરાઠી અનુવાદ “શામચી આઈ એ હું અને મારી બા છે. એમાં નિરૂપિત વાત્સલ્યભાવ અને બાળહૃદયની કરુણા તથા મા સાથેના બાળકની સંવેદના અલગ જ ભાત પાડે છે. અહીં મા તરફથી બાળકને બોધ મળે છે જે બાળક મોટા થયા પછી પણ યાદ કરે છે - બા પ્રેરક મંત્ર સુણાવતી રહેતી. એની પુનિત સ્તુતિનું સ્મરણ કરતાં હું સંસારસાગર તર્યો.”
આવી એકથી એક ચઢિયાતી અતિસામર્થ્યયુક્ત કૃતિઓનું સર્જન કંઈ સરળ વાત નથી. સન ૧૯૨૫ની આસપાસ જૈન સાપ્તાહિકે સુશીલનાં બધાં પુસ્તકો પ્રકાશિત કયાં હતાં. ગુરુવર શ્રી પ્રદ્યુમ્નસૂરિ એ સર્વ વાંચતા. તેઓ ઈચ્છતા હતા કે એ સર્વ પુસ્તકોનું પુનઃ પ્રકાશન કોઈ કરે તો ઘણું સારું. વર્ષો વિતતાં ગયાં. તેમને થયું કોઈકશું કામ? જાતે કેમ ન થાય? આમ ગુરુદેવ પ્રધુમ્નસૂરિએ પ્રેરણા કરી અને ઘણાં પુસ્તકોનું ફરી પ્રકાશન થયું, જેથી સુશીલની કલમથી આજની પેઢી પરિચિત થાય. પુનઃ પ્રકાશિત પુસ્તકોમાં મેઘાણીની અભ્યર્થનાને ‘સુશીલની વિવેકદષ્ટિને વંદના” હેઠળ આવરી લેવાય છે તો ગરુદેવ દ્વારા પણ સુશીલની મૌલિક વિચારશક્તિ, તેજ કલમ અને લોકભોગ્ય શૈલીમાં લખાયેલ પુસ્તકોને લોકો સમક્ષ મૂક્યાં જે ખૂબ આવકાર પામ્યાં. આ સર્વ પુસ્તકોની પ્રસ્તાવના ગુર પ્રદ્યુમ્નસૂરિએ ફરી લખી.
૮૯