________________
રાજા જૈન પત્રકારત્વ નજીકથી તૈયાર કરાયેલા પાઠની સત્યતાની ચકાસણી કરી. આવું સુંદર પરિણામ ઉમદા પત્રકારનું હતું. જ્યાં આજે પહોંચવામાં ૪૦ કલાક લાગે છે ત્યાં આજથી ૭૫ વર્ષ પહેલાં પહોંચવું કેટલું કઠિન હશે તેની કલ્પનામાવ કરજો. દરેક વસ્તુને ચકાસવા માટે બે વાર કસોટી થવી જોઈએ (twice confirmatory test). સુશીલે પ્લાસ્ટર ઓફ પેરિસનું બીજું તૈયાર કરીને પણ બીજીવાર પાઠના શબ્દોની સત્યતાની ખાતરી કરી જોઈ.
સુશીલની મહેનતનું બીજું પરિણામ જોઈએ. એમના અથાગ પ્રયત્નોને કારણે જગતશેઠ જૈન ધર્મના ઉમદા કારભારી કહેવાયા. અન્યથા તેમની ગણતરી બંગાળના દેશદ્રોહીઓમાં થવા લાગી હતી. સુશીલે એનો જોરદાર વિરોધ કર્યો. અંગ્રેજી, ફારસી અને બિહારની જર્નલોમાંના અલગ અલગ સંદર્ભો અને ઉલ્લેખોની ભરમાર તેમણે 'જગતશેઠ' નામના પુસ્તકમાં આપી અને જગતને એમના કુશળ વહીવટની જાણ થઈ. ફારસી પુસ્તકમાંથી તે સમયની સામાજિક અને રાજકીય ઘટનાઓની સિલસિલાબંધ વિગતો સુશીલે આપી છે. તનુસાર જગતશેઠની કેટલી બધી મિલક્ત અને જાહોજલાલી હતી તે જાણવા મળે છે, “મરાઠાઓના હલ્લા વખતે મીરહબીબ ઘરમાંથી બે કરોડ રૂપિયા રોકડા સિક્કા લઈ ગયો. આ પછી પણ તેમની પાસે ઘણું હતું.” સુશીલે આ મુત્સદ્દી કુટુંબ વિશે સમજાવ્યું કે, “જગતશેઠ' એ એક વ્યક્તિનું વિશેષ નામ નથી પરંતુ નાગોરથી આવેલ હીરાચંદના વંશજ માણેકચંદ અને તેના વંશજોને પેઢી દર પેઢી મોગલ દરબાર અને સાથેસાથે અંગ્રેજ સરકાર તરફથી અપાતું સન્માન/ઉપાધિ છે. તેમણે જગતશેઠ અને અમીચંદ વચ્ચેનો ભેદ સમજાવ્યો છે. બંગાળના નવાબો સાથેની મૈત્રીની ચર્ચા પણ તેમણે કરી છે. જગતશેઠની બાદશાહત કુટુંબના મોભીને લગભગ ૧૦૦ વર્ષ સુધી મળતી રહી. સામાન્ય દેખાતું આ પુસ્તક જૈન શ્રેષ્ઠીઓની વિદ્વત્તા તથા બિનજરૂરી યુદ્ધો રોકી અહિંસાને પ્રોત્સાહન આપવાના કાર્યનું વર્ણન કરે છે. એમના પરિવારજનોએ માતૃભૂમિ માટે કેવાં બલિદાન આપ્યાં તે વાંચતાં કઠિન હૃદયની વ્યક્તિની આંખમાં પણ અશ્રુ છલકાય જાય છે.
પ્રથમ જગતશેઠ માણેકચંદ, મોગલ રાજવીને પૈસા ધીરે છે. તે સમયે તે રાજા શેઠ માણેકચંદને બંગાળનો નવાબ ઘોષિત કરે છે ત્યારે સિફતપૂર્વક તેઓ