________________
જૈન પત્રકારત્વ
સંગઠિત નહીં બનાવી શકે ?)
એમના અગ્રલેખો તથા લેખો દરેક કોમ વાંચતી હતી. એમને બંગાળી, મરાઠી, અંગ્રેજી, સંસ્કૃત, પાકૃત અને માતૃભાષા પર સારું એવું પ્રભુત્વ હતું. ‘કલિંગનું યુદ્ધ’ પુસ્તકમાં એમણે પ્રસ્તાવનામાં લખ્યું છે કે, ખારવેલ વિશે અંગ્રેજીમાં ઘણાં પુસ્તકોમાં લેખો લખ્યા છે, પરંતુ જિનવિજયજીની વિનંતીથી એ પુસ્તક તેમણે માતૃભાષામાં તૈયાર કર્યું જેથી જનસાધારણ સુધી એ અમૂલ્ય સંશોધનની માહિતી પહોંચે. એ પુસ્તકની પ્રસ્તાવનામાં એમના પત્રકારત્વનું મહત્ત્વનું પાસું જોવા મળ્યું જેનો ઉલ્લેખ જરૂરી હોવાથી અત્રે આપું છું.
સુશીલના પત્રોના વાચકવર્ગમાં અંગ્રેજ વિદ્વાનો પણ હતા. અંગ્રેજી ઇતિહાસકારો એમના પત્રોમાં પ્રકાશિત લેખો વાંચી એમની સાથે પત્રવ્યવહાર કરતા હતા તથા જરૂરી માહિતી મેળવતા. ઇ.સ. ૧૮૨૫માં વિદ્વાનોને ખારવેલની હાથીગુફાના શીલાલેખની જાણ થઈ. બ્રાહ્મી ભાષાના જાણકાર આંગળીને વેઢે ગણાય એટલા જ હતા. ઈ.સ. ૧૮૭૭માં જનરલ કનિંગહામે એક પાઠ તૈયાર કરાવ્યો જે બરાબર ન હતો. ઈ.સ. ૧૮૮૫માં ભગવાનલાલ ઈંદ્રજી ભટ્ટે એ જૈન ધર્મનો છે એમ કહ્યું ત્યારે પણ ૧૭ પંક્તિનો એ લેખ સંપૂર્ણ ઉકેલાયો ન હતો. આ સમય દરમિયાન એ શીલાલેખની ચર્ચા સુશીલે પોતાના સામયિકમાં કરી. સુશીલ દ્વારા ચર્ચિત એ લેખ પ્રસિદ્ધ ઇતિહાસકાર વિન્સન્ટ સ્મિથે વાંચ્યો. એમણે સુશીલ સાથે પત્રવ્યવહાર કર્યો તથા એ શીલાલેખને ઉકેલવા માટે (for deciphering) અને એને પ્રકાશિત કરવા માટે આમંત્રણ મોકલ્યું. આ કાર્ય માટે મંત્રણાનું સ્થળ પટણા હતું. ત્યાં અંગ્રેજોએ એક કમિટીની રચના કરી જેમાં સુશીલ મુખ્ય હતા. સુશીલે બિહારના લાટસાહેબ સર ઍડવર્ડ ગેટને હાથીગુફાના લેખની છાપ મેળવી આપવા વિનંતી કરી. એ કાર્ય માટે કાલીદાસ નાગ તથા રાખાલદાસ બેનરજી ઓરિસામાં એ સ્થળે જઈ બે છાપ-સ્પ્રિંટ તૈયાર કરી લાવ્યા. એક સુશીલે રાખી તથા બીજી ડૉ. થોમસને લંડન મોકલાવી. સુશીલે થોડા મહિના મનન, ચિંતન અને મહેનત કરી ખારવેલના લેખનો પાઠ બેસાડયો. છેવટે ઈ.સ. ૧૯૧૭માં બિહાર-ઓરિસ્સાની રિસર્ચ સોસાયટીએ એને પ્રસિદ્ધ કર્યો. ત્યાર બાદ સુશીલ જાતે ઉદયગિરિ-ખંડગિરિ ગયા, ઊંચે પહાડ પર પાલખ બાંધીને
८५