________________
જાપાન જૈન પત્રકારત્વ જજઅજાજ તત્વજ્ઞાન અને ઈતિહાસ વિષયક ઘણા લેખો લખ્યા હતા. ડો. કલા શાહ જૈન પત્રકારત્વ વિશેના લેખમાં જણાવે છે - “જૈન પત્રોનું પ્રકાશન પ્રારંભમાં આર્થિક લાભ કે હિતો માટે થતું ન હતું. મોટા ભાગના પત્રો સમાજસુધારણા, ધાર્મિક આદર્શો અને સાંસ્કૃતિક ચેતનાની જાગૃતિ તથા જૈન ધર્મના પ્રચાર પ્રસાર માટે પ્રકાશિત થતા હતા. એમાં મોટા ભાગે વિચાર પ્રધાનતા અને નૈતિક સામાજિક ધ્યેય પ્રગટ થતું જોવા મળે છે. જૈન પત્રકારત્વ શાંતિ, સંવેદના, આત્મવિશ્વાસ તથા આત્મજાગૃતિના ભાવોને ઉજાગર કરે છે.”
આ પ્રમાણે જૈન પત્રકારત્વ એક જીવનશૈલી છે, એક પદ્ધતિ છે. એમાં માનવમૂલ્યોને પ્રતિસ્થાપિત કરવાની ખેવના છે. એમાં લોકજીવન અને લોકધર્મનો સાક્ષાત્કાર કરાવવાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પણ છે. સુશીલના પત્રકારત્વની વાત કરીએ તો એમણે તેમના અગ્રલેખો ઉપરાંત ઘણાં પુસ્તકોનું સંપાદન કર્યું છે. એક લેખક તરીકે પણ વિવિધ વિષયો પર કલમ ચલાવી. એમના ૪૫ જેટલા ગ્રંથોમાં એમનું મૌલિક ચિંતન, તુલનાત્મક ક્ષમતા અને એક વિચક્ષણ સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ જોવા મળે છે. ('જેન' સંસ્થાનાં ઘણાં પુસ્તકોનું સંપાદન તેમણે કર્યું હતું). ‘પુનરાવતાર' નામની નવલિકાના સંપાદકીય ઉધ્ધોધનમાં સુશીલની શ્રેષ્ઠ કલમનો આસ્વાદ માણવા મળે છે. ‘પુનરાવતાર' અર્થાત્ પુનરુદ્ધાર એમ સુશીલ કહે છે એ આ વિષય પર ચિંતન કરતાં જણાવે છે –
"પુનરુદ્ધાર એ અતિ નાનું પુણ્યકાર્ય છે. જૈન મંદિરો અને પ્રતિમાઓ જીર્ણોદ્ધાર દ્વારા જળવાય છે તે જ પ્રમાણે ગ્રંથભંડારોમાં સડતાં પુસ્તકો પુનરુદ્ધાર માગે છે. કેટલીક કથાઓ છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન જૈન સાપ્તાહિકમાં કેદ પડી હતી તેનાં બંધનો ખોલી-સંશોધી અને નાનાં પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે. હિંદી સાહિત્યની કથા શિલ્પી શ્રી જૈનેન્દ્રકુમારજી, શ્રી ભાગવત અને શ્રી સત્યભક્તની રચનાઓ છે જે લોકકલ્યાણ અને આધ્યાત્મિક આદર્શનાં મૂલ્યો સમજાવે છે. આવી કથાઓમાં અને સાહિત્યમાં સંપ્રદાયના ભેદ ભુલાય જાય છે.”
સંપાદક સુશીલની ટકોરથી એક વાત સમજાય છે કે એમનાં લેખનથી જૈન સમાજ એક થાય એવો એમનો આશય હતો. એ અંતે જણાવે છે –
“આવાં કથાસાહિત્ય શું એક દિવસ જૈન સંઘને અખંડ, અવિભક્ત અને