________________
ભીમજીભાઈ હરજીવનદાસ
પરીખ (સુશીલ)
જૈન પત્રકારત્વ
પત્રકાર સુશીલની શાસનíÒ
– ડૉ. રેણુકા જે. પોરવાલ
(ડૉ. રેણુકાબહેને B. Sc. - LL.B.- Ph.D. સુધી અભ્યાસ કર્યો છે. ‘યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજી મહારાજ : એક અધ્યયન” વિષય પર શોધ નિબંધ લખી Ph.D. કરેલ છે. ડિપ્લોમાં ઇન જૈનોલૉજી કરેલ છે. જૈન જગત” સામયિકના હિન્દી વિભાગનાં સહ-સંપાદિકા છે.)
પરિચય : ‘સુશીલ’ એ તખલ્લુસ, નામ ભીમજી હરજીવનદાસ પરીખ. પોતાની કલમની તાકાતથી ઝંઝાવાત સર્જનાર સૌરાષ્ટ્રના શ્રાવકવર્ગની જૈન શાસન પ્રત્યેની કર્તવ્યપરાયણતાની આ વાત છે. નિર્ભિક, વીર, ઉચ્ચ પ્રણાલીયુક્ત જીવનશૈલી, બ્રહ્મચારી, નિર્મોહી, નિસ્પૃહી એવું મસ્તક્કીરીનું જીવન આ પત્રકારનું હતું. જૈન સમાજને વધુમાં વધુ અર્પણ કરવાની ભાવાનાએ તેમણે સમાજોપયોગી ઘણા કાર્યો કર્યાં. ‘જૈન’ સાપ્તાહિકના સફળ સુકાની તરીક પોતાની વિશિષ્ટ શૈલીથી તેઓ પ્રતિભાસંપન્ન થયા. જીવનના અંત સુધી ‘જૈન’ની સેવા કરી. અહીં ‘જૈન’ શબ્દ સાપ્તાહિક અને ધર્મ માટે પ્રયોજેલ છે. સુશીલનું પત્રકારત્વ તથા એમની લેખીનીથી નિપજેલ અણમોલ કૃતિઓ પર પ્રકાશ પાથરવાનો પ્રસ્તુત નિબંધનો પ્રયાસ છે.
સુશીલનો જન્મ ઇ.સ. ૧૮૮૮માં સૌરાષ્ટ્રમાં લીંબડી મુકામે થયો હતો. ત્યાંની મિડલશાળામાં, મિડલ એટલે કે આઠમીની પરીક્ષા ઉત્તીર્ણ કરી. ત્યાર બાદ અમદાવાદ અને વિદ્યાનગરી કાશીમાં ધાર્મિક અભ્યાસ કર્યો. ગુરુભગવંત વિજયધર્મસૂરિજીના સાંનિધ્યમાં ઉચ્ચ ચારિત્ર ઘડતર થયું. અલગ અલગ ધર્મદર્શનનો તેમણે બારીકીથી અભ્યાસ કર્યો. સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ, બંગાળ લેખકો અને મરાઠી લેખકોનાં પુસ્કતોની તેમના પર ઘણી ઊંડી અમીટ છાપ રહી.
પત્રકારત્વ : સાહિત્ય ઉપાસક સુશીલે ૪૦ વર્ષથી વધુ સમય એક ઉત્તમ પત્રકાર તરીકે સેવા આપી. ‘સૌરાષ્ટ્ર', ‘કચ્છ કેસરી’, ‘ફૂલછાબ’, ‘સ્વદેશ’, ‘યુગધર્મ’, ‘આનંદ’ અને ‘જૈન’ સામયિકોમાં તેમણે અગ્રલેખો, તંત્રીની નોંધ,
૮૪