________________
જૈન પત્રકારત્વ
ભાષામાં વિવિધ ઢાળો, રાગો, લયો રમતા થયાં જેથી ગુજરાતી કવિતાની પણ સમૃદ્ધિ વધી. અનુમેઘાણી યુગના પ્રતિષ્ઠિત કવિઓ અમૃત ઘાયલ, મનોજ ખંડેરિયા, રમેશ પારેખ, વિનોદ જોશી આનાં ઉદાહરણો છે. સાથેસાથે ૧૯૬૦ પછી, સુરેશ જોશીએ આપેલ જબરા સાહિત્યિક વળાંક પછી ગુજરાતી નવલકથા, વાર્તા, લોકબોલીમાં લખાતાં થયાં અને પોંખાયાં. D. પરપ્રાંતીય – પરદેશી રચનાઓની ગુજરાતી ભાષામાં થતી અનુવાદ પ્રક્રિયાને ‘શબ્દાનુવાદ’ ટાળી-‘ભાવાનુવાદ’ (પોએટિક) તરફ વાળી. એ રીતે પોતે જ અનેકાનેક કૃતિઓનો અનુવાદ કરી, અનુસર્જન (transcreation)ની દિશા ચીંધી બતાવી.
મેઘાણીભાઈએ અન્ય ભાષાઓની ઉત્તમ કૃતિઓનો ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યો છે. રવીન્દ્રનાથ ટાગોરની બંગાળી આસ્થામૂલક કવિતાઓને ‘રવીન્દ્રવીણા’ નામે ગુજરાતીમાં, જે-તે છંદ પ્રયોજી અવતારી છે, પરંતુ મેઘાણીભાઈની કૃતિઓ પૈકી ભાગ્યે જ કોઈનો અન્ય ભાષામાં અનુવાદ થયો છે. તેથી મેઘાણીભાઈનો બહુધાલોકોએ નિરાલા, હરિવંશરાય બચ્ચન, પ્રેમચંદજી, ટાગોર, તોલ્સતોય કે અન્ય અગ્રણી અંગ્રેજી સર્જકોની પંક્તિમાં સમાવેશ કર્યો નથી. અને કદાચ તેથી જ મેઘાણીભાઈને કોઈ કોઈ ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે સન્માનવા પૂરતા તૈયાર નથી. ગાંધીજીએ કંઈ અમસ્તા જ કહેવા ખાતર } ખુશામત ખાતર મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર' કહ્યા હશે ? આનો સરસ જવાબ મુરબ્બી સાહિત્યકાર, શિક્ષણશાસ્ત્રી અને પ્રતિબદ્ધ લોકસેવક શ્રી મનુભાઈ પંચોળીએ એમના ‘ભેદુની ભીખ્યું ભાંગવી' લેખાંકમાં (પૃ. ૯૨, મેઘાણી: સ્મરણમૂર્તિ)માં આપ્યો છે. ‘ગાંધીજીના મનમાં રાષ્ટ્રીય શાયરનો અર્થ એ હશે કે રાષ્ટ્રના જે બે વિભાગો પડી ગયા છે – ભણેલા અને અભણ એ બેને સાંકળી શકે તે રાષ્ટ્રીય
-
શાયર'.
-
વિપુલતામાં ગુણવત્તાને સીમિત અવકાશ હોય છે. એવી કોઈ કોઈ ઉન્નતભ્રૂ સમાલોચકોની માન્યતા પણ હોય છે. મેઘાણીભાઈના સાહિત્ય - પત્રકારિત્વ ક્ષેત્રે ખેડાણના સંદર્ભે આવું સામાન્યીકરણ ખોટું પડતું અનુભવાય છે.
કબીરસાહેબનો એક દોહરો છે :
૮૧