________________
જૈન પત્રકારત્વ
શબદ બરાબર ધન નહીં, જો કોઈ જાને મોલ, હીરા તો દામોં મિલે શબદ હી મોલ ન તોલ !
કીંમતી હીરા તો અધિક મૂલ્ય ચૂકવી ખરીદી શકાય – હીરાનું કોઈ ને કોઈ મૂલ્ય હોઈ શકે પરંતુ શબ્દ એવું ધન-વિત્ત છે જેને તોળી પણ ના શકાય અને મૂલ્ય પણ ના આંકી શકાય. આવા શબ્દોના સોદાગર, કેવડાં આદરપાત્ર શ્રેષ્ઠી હશે ?! મેઘાણીભાઈ આવા શ્રેષ્ઠી પણ હતા અને સજ્જન-સાધુતાના લક્ષણધારી પણ હતા. તમામ શ્રેષ્ઠી સાધુ-સજ્જન હોય એ અનિવાર્ય નથી.
નવકાર મંત્રમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ (સજ્જન-શ્રેયાર્થી) મેઘાણીભાઈએ શબ્દને પરહિતાર્થે, લોકઘડતર માટે પ્રયોજ્યો છે, વૈયક્તિક અને સામૂહિક ઉત્થાન માટે પ્રયોજ્યો છે, કોઈ પણ પ્રકારના વળતરની અપેક્ષા વિના, કેવળ સ્વધર્મ સમજી !
-
મન, વચન કે કાયા દ્વારા જાતે કરવા, કરાવવા કે અનુમોદના દ્વારા કરાતાં કર્મની જૈનદર્શનની રજૂઆત તથા શ્રી મેઘાણીભાઈનું લોકસાહિત્ય, સાહિત્ય - અનુવાદ પત્રકારત્વ ઇત્યાદિ જોતાં ‘નમો લોએ સવ્વસાહૂણમ્' (આ લોકમાં રહેલ સર્વ સાધુઓને નમસ્કાર કરું છું) એ નવકારમંત્રના પાંચમા પદને જીવનમંત્ર બનાવીને મેઘાણીભાઈએ કાર્ય કરેલ છે - એ પદને આત્મસાત કરેલ છે.
પ્રકાશક: માહિતી
–
સંદર્ભ ગ્રંથો :
૧) શબ્દનો સોદાગર સં. કનુભાઈ જાની - ૮/૧૯૯૭ ખાતું : ગુજરાત રાજ્ય.
૨) સમગ્ર મેઘાણી સાહિત્ય ગ્રંથ-પ. પરિભ્રમણ ખંડ-૧ (નવસંસ્કરણ) ૨૦૦૯ સં. જયંત મેઘાણી – અશોક મેઘાણી,
-
ઝવેરચંદ મેઘાણી પ્રકાશક: ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી, ગાંધીનગર.
૩) સમગ્ર મેઘાણી સાહિત્ય ગ્રંથ ૫, પરિભ્રમણ (નવસંસ્કરણ) ખંડ-૨, ઝવેરચંદ મેઘાણી–૨૦૦૯. સં. જયંત મેઘાણી - અશોક મેઘાણી - પ્રકાશક: ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી, ગાંધીનગર
૪) અરધી સદીની વાચનયાત્રા- ૩, સં. મહેન્દ્ર મેઘાણી-૨૦૦૫, પ્રકાશકઃ લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર.
૮૨
-