________________
પN જૈન પત્રકારત્વ જજ જાય, નહીં પણ સમાચારને સ્થાન મળતું થયું. પત્રકારજગત આજના યુગમાં, ઈલેક્ટ્રોનિક યુગમાં પહોંચ્યું છે, વિવિધતા સાંપડી છે ત્યારે ઈ-મીડિયા માટે
અનુસરવા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું. (૫) વર્તમાનપત્રનાં તમામ વિભાગોની સ્વાયત્તતા સાથે સંકલન સાધી
વર્તમાનપત્રને સુચારૂ રૂપ અને સૌંદર્ય અકેકરી આપ્યાં. છાપામાં કામ કરનાર સૌને સામાજિક માન્યતા અપાવી. સંપાદન અને તંત્રીની વિભાવના ચોખ્ખી કરી આપી. વિવિધ કાર્યક્ષેત્રો વચ્ચે પાતળી ભેદરેખાઓ અને કરી
આપી. (૬) પત્રકારત્વમાં સૌથી અગત્યની કામગીરી એવી સંશોધનાત્મક દષ્ટિકોણની
પદ્ધતિ અપનાવી. અન્યોને પણ સંશોધનાત્મક સામગ્રી પ્રકાશિત કરવા પ્રોત્સાહિત કર્યા, મેઘાણીએ પોતે એમણે સ્થળ ઉપરના વાર્તાલાપ ભલે
કે ન કર્યા હોય પણ પાછળથી એને કમબદ્ધ કરી પ્રકાશિત કરતા કદાચ
હાલમાં પ્રચલિત Investigative Jurnalismનો પાયો નખાયો. (૭) વર્તમાનપત્રની પ્રકાશિત સામગ્રીની અસરો સાહિત્યજગતે પણ ઝીલી અને
સાહિત્યિક ક્ષેત્રે નવી નવી ક્ષિતિજો ઉઘાડી આપી જેમ કે :A. તે સમયમાં વિકાસશીલ ગદ્યને નિબંધો, લેખકો દ્વારા નવું પરિમાણ
આપ્યું - ગદ્યસ્વરૂપને સ્થિર અને લોકભોગ્ય બનાવ્યું. નિબંધ સ્વરૂપને પણ એની ચુસ્તી અને વૈવિધ્ય પૂરા પાડી, અભિવ્યક્તિનાં માધ્યમ તરીકે નિબંધો-લેખકોને યોગ્ય સ્થાન અપાવ્યું. સાંપ્રત સમયમાં પણ આ પરિણામલક્ષી કાર્યને લીધે કવિતાઓ બોલચાલની ભાષામાં લખાતી થઈ. અનુક્રમે ગદ્યકવિતાના પ્રયોગો પણ થયા. B. લોકબાનીના વિશિષ્ટ વિનિયોગને પરિણામે ભાષાની સમૃદ્ધિ પણ વધી.
લોકબોલી, તળપદ વાણીને સરસ્વતીના પટાંગણમાં રમતી કરાઈ. ભાષામાં લવચિકતા અને લાલિત્ય વધ્યું. પરભાષી શબ્દોને પણ ગરવી
ગુજરાતીના રણકે રમતી કરી, એથી એ અપનાવાતા, પ્રયોજાતા થયા. C. પ્રજાનાં પોતીકાં કવિતાવારસાના રાસ, ગરબા, લગ્નગીતો, દુહા, છંદ,
ચોપાઈ, માત્રા મેળીય કવિતાનાં સ્વરૂપોને પુનઃજીવિત કર્યા અને સાંપ્રત
૮૦