________________
જૈન પત્રકારત્વ
ફૂલછાબનો ક્ર્મો બાળી મૂકી રાતોરાત નવો તૈયાર કરનાર મેઘાણી ! એક-એક પ્રસગં યાદ કરતાં આજે પણ રોમાંચ-રોમાંચ થાય છે! આજનાં ટીવી સિરિયલોના જમાનામાં મેઘાણી જીવન-ક્વન-પત્રકારત્વ વિષયક સળંગ સિરિયલ બનાવી અભિનેતા, દિગ્દર્શક, સહકર્મીઓ સર્વને ઉજ્જવળ કારકિર્દી મળે એવું ન થઈ શકે ?! શું ગુજરાતી પ્રજાના શ્રેષ્ઠીઓ આટલું કામ ન કરી શકે ?
આદરણીય નારાયણભાઈ દેસાઈ ઠેરઠેર ‘ગાંધીકથા’ કરે છે, અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ પણ એમાં ધ્યાનાર્હ બને છે. એનું નાન્દીવાક્ય ‘ગાંધી આજે પણ પ્રસ્તુત છે ?’ એવો પ્રશ્ન આજની પેઢી કરતી થઈ ગઈ છે. એમના જવાબમાં પ્રસ્તુત ઉપક્રમ (ગાંધીકથા)નો રહ્યો છે' મેઘાણીભાઈ માટે પણ આ જ પ્રશ્ન દરેકના મનમાં ઘૂઘવાયા કરે છે. ત્યારે મેઘાણી અને મેઘાણીકર્તૃત્વે સર્જી આપેલ કેટલાંક પરિમાણો (dimentions) આજે પણ પ્રવૃત્ત અને અપેક્ષિત છે એને અત્રે ઉજાગર કરવા ઇચ્છું છુ.
-
(૧) અમૃલાલ શેઠની સૂઝ અને મેઘાણીભાઈની કાર્યસભાનતાએ સૌરાષ્ટ્ર સ્કૂલ
ઑફ જર્નાલિઝમની આગવી ઓળખ ઉપસાવી છે. સાંપ્રત પત્રકારત્વ જગતને અનુસરવા પડે તેવા કેટલાય પાયાના સિદ્ધાંતો ઘડી આપ્યા. (૨) વર્તમાનપત્રો - સામયિકોના આધાર તરીકે ભાવક સમુદાય અથવા લોકસમૂહને પ્રસ્થાપિત કર્યો. ભાવકોની પણ કદરદાની અને મતભેદની નોંધ લઈ લોકલાગણી અપનાવાતી થઈ. પત્રકારત્વમાં ભાવનાત્મક અનુસંધાન સાથેસાથે જ પ્રજામતના ઘડતર અને વર્તમાનપત્રના વિકાસને પ્રજાસમસ્તની ભાગીદારી સાથે જોડી આપ્યા.
(૩) પત્રકારત્વના ઉપદેશાત્મક વલણને સ્થાને સંવેદનશીલ સાહિત્યજગતનું અનુસંધાન કેળવી વાર્તા, કવિતા, નિબંધ, ધારાવાહી, નવલકથાઓ, અવલોકનો, પુસ્તક-પરિચય ઇત્યાદિને યોગ્ય જગા ફાળવી. પાછળથી દૈનિકોમાં વૈવિધ્યસભર પૂર્તિઓને સ્થાન મળ્યું.
(૪) પત્રકારત્વમાં નિષ્પક્ષતા, હેતુલક્ષિતા ઈ. અનિવાર્ય લક્ષણો લેખે લેવાતા થયા. આશ્રિત પત્રકારત્વ અને સ્વાશ્રયી પત્રકારત્વના ભેદ પાડી આપ્યા અને પત્રકારત્વને ‘ચોથી જાગીર' તરીકે માન્યતા અપાવી. અત્રે સનસનાટી
૭૯