________________
જૈન પત્રકારત્વ
મેઘાણીભાઈના વ્યક્તિત્વમાં સાહિત્યકાર અને પત્રકાર એવા બે અલગ અલગ પાસાં હતાં જ નહીં... તેથી જ તેમના સાહિત્યનો પ્રધાનગુણ-વ્યાપક માનવતા અને સમભાવ તેમના પત્રકારત્વમાં સોળે કળાએ પ્રકાશી ઉઠે છે. જ્યારે જ્યારે એમણે માનવતાને હિજરાતી જોઈ છે, ચિરસ્થાયી માનવમૂલ્યાનો હ્રાસ થતો અનુભવ્યો છે, ત્યારે ત્યારે નિર્ભિક બનીને જેહાદ ઉઠાવી છે. (પૃ. ૭૪ મેઘાણી વિવેચના સંદોહ - સં: જયંત કોઠારી).
.
આમ મેઘાણીભાઈ વ્યાપક માનવતાના પ્રતિનિધિ છે. માનવતાનાં મૂલ્યો, મહોબ્બત, માણસાઈ અને મજબૂત મનોબળવાળા છે. મેઘાણીભાઈ ! જૂની-નવી તમામ વિચારધારાઓનું શમન મેઘાણીભાઈના વાયક્તિત્વ-પ્રત્યેક સર્જનમાં ઝળહળે છે. આથી મેઘાણીભાઈ કોઈ વિચારધારાના પુરસ્કર્તા કે અનુયાયી નથી, પરંતુ આગામી સમયમાં સાહિત્યજીવનનાં તમામ ક્ષેત્રે અપનાવવા જેવી સંવેદનશીલ વિચારધારા સ્વયં ઝવેરચંદ મેઘાણી છે, તેઓ નાના-મોટા, ઊંચ-નીચ, ગરીબતવંગર, વંચિત-સંચિત સૌના છે, સૌ એમના છે. બગસરાના કાંતિભાઈ શાહને જાદુસમ્રાટ કે. લાલ તરીકે લગભગ આખું જગત ઓળખે છે. મહમદ છેલ માટે તો અનેકાનેક દંતકથાઓ થયેલી. કદાચ એમનાથી ઊંચા સ્થાને બિરાજે છે શબ્દશાસન સમ્રાટ ઝવેરચંદ મેઘાણી ! મેઘાણી પણ બગસરાના !
મેઘાણીભાઈના જીવન-જીવંત પ્રસંગો પણ કેટલા ? કયા-કયાને અત્રે યાદ કરીએ ? જે-તે પ્રસંગો દ્વારા વ્યક્ત થતા એમના જીવનનાં કયા-કયા અંતરંગને મમળાવીએ ? મુંબઈના હુલ્લડગ્રસ્ત વિસ્તારમાં મૂકવા ગયેલ કોઈની બહેન-દીકરીને યથાતથ સ્થાને રાત્રિના છેલ્લા પ્રહરોમાં પહોંચાડનાર અને હિંસક મનોવૃત્તિ ધરાવતા ટેાળામાંથી ખુલ્લી છાતીએ નીકળી જનાર મેઘાણી ! મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં હકડેઠઠ કૉન્વોકેશન હૉલમાં ‘લોકસાહિત્યનું સમાલોચન’ પીરસતા-ગર્જતા મેઘાણી ! શાંતિનિકેતનમાં વ્યાખ્યાનો આપીને પૂ. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની ઝૂંપડીના પગથિયેથી પાછા ફરતા મેઘાણી ! સ્વાતંત્ર્ય સંગ્રામના સમરાંગણમાં ઓતરાદા વાયરાને આવકારતા મેઘાણી! કે પછી જેલવાસમાં પણ મુક્ત મન-કંઠથી ગાતા મેઘાણી ! સ્વપ્રશંસાયુક્ત લખાણ અજાણતા જ છપાઈ જતાં આખેઆખો છપાયેલો
७८