________________
જય જય જય જૈન પત્રકારત્વ અપાય અનોખું સંયોજન અનુભવાય છે. આવો સ્પષ્ટ ઉછેર અને સ્વકીય મુદ્રા જેની હોય તે કઈ વિચારસરણીથી બંધાયેલો હોય ? અનેક મૂલ્યાંકનકારોને આ પ્રશ્ન મૂંઝવે છે. મેઘાણી કઈ વિચારધારાના? ગોળમેજી પરિષદમાં ભાગ લેવો કે નહીં, ઈંગ્લેન્ડ જવું કે ના જવું? આવી અવઢવ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પણ ખાસ્સો લાંબો સમય રહેલી. તેવામાં ઝવેરચંદ મેઘાણીની કવિતા “ઝેરનો કટોરો છેલ્લો પી જજો બાપુ !' ગાંધીજીની નજરે પડે. બિલકુલ પોતે જ વેઠેલ મનોવ્યથા. અને ગાંધીજી ઝવેરચંદ મેઘાણીને “રાષ્ટ્રીય શાયર’નું સ્વયં આત્મરણાથી મળેલું મહામૂલું બિરુદ ગાંધીજી આપે છે. ગાંધીજી સાથેનું તેમનું માનસિક-વૈચારિક અને ક્રિયાત્મક જોડાણ, પ્રખર અભ્યાસુ માનનીય શ્રી નગીનદાસ સંઘવીને મેઘાણીની વિચારધારા બાબત કદાચ લખવા પ્રેરે છે “મેઘાણી ગાંધીવાદી નથી, ગાંધીના અનુયાયી પણ નથી... ગાંધીએ સાહિત્યકારોને પીડિત-શોષિતોની વેદનાને વાચા આપવાની ફરજ પાડી, પણ મેઘાણી આ બાબતમાં અન્ય ગાંધીવાદીઓ કરતાં અનોખા છે. ઓતરાદા વાયરાને મેઘાણીએ હાકલ કરી છે. તેમની આ અભિવ્યક્તિમાં સામ્યવાદને વરેલા અમેરિકન લેખકો-ખાસ કરીને અપ્ટન સિંકલેરનો પ્રભાવ ગાંધી કરતાં પણ વિશેષ પ્રમાણમાં છે. આગળ ઉપર મેઘાણીની વિચારધારા વિશે જ લખતાં તેઓશ્રી સ્પષ્ટ રીતે નોંધે છે, મેઘાણીના શબ્દોનો જ પુનરોચ્ચાર કરી “મેઘાણી કોઈ ઇઝમ (વાદ)ની જાળમાં સપડાયા નથી. હવે મેઘાણીભાઈના જ ટકેલા શબ્દોઃ ઈલ્મ (વાદ)નો એટલો જ અતિરેક થઈ રહે છે. સર્વ જૂનવાણી સ્વરૂપોને ભાંગવાની કમર કસનાર અમારા સૌરાષ્ટ્રીય ભાઈઓને જગતની શક્યતાઓ તથા જીવનની કન્ટિન્યુઈટી (સાતત્ય) વિશે કશું જ ભાન નથી. તેઓ તો બસ ઉડશે જ જાય છે.' શ્રી વિષ્ણુ પંડ્યા મેઘાણી માટે કહે છે, “એ પ્રોફેશનલ જર્નાલિસ્ટ (ધંધાદારી પત્રકાર) તો હતા જ નહીં. કહેવા હોય તો એમને એક્ટિવિસ્ટ જર્નાલિસ્ટ (કર્મશીલ પત્રકાર) કહેવા જોઈએ. તેની પાછળ એક ઝળહળતું ગિરિશિખર તે મિશનરી (જીવનકાર્ય લઈને બેઠેલા) પત્રકારનું!'
શ્રી ચુનીલાલ મડિયા એમના પ્રધાનગુણને અવલોકતા લખે છે, “સાહિત્ય પ્રવૃત્તિ કે પત્રકારત્વ પ્રવૃત્તિને મેઘાણીભાઈએ એકબીજથી વેગળી ગણી જ નથી.