SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ જાજજ જૈન પત્રકારત્ર અજાજજકાજામ હેતુલક્ષી પત્રકારત્વના ઉપાસક, સ્વાતંત્ર્ય સેનાની, આદર્શના અનુગામીને મન સ્વાતંત્ર્ય એ માત્ર રાજકીય કે શાસકીય સ્તર સુધીનું મર્યાદિત સ્વાતંત્ર્ય ન હતું, પણ એમને મન સ્વતંત્રતા એટલે સર્વતંત્ર સ્વતંત્ર અને વ્યક્તિ-સંસ્થા-સમાજનો જવાબદારીભર્યો સુમેળ, અર્થવાહી સહજતા હતા. પત્રકારત્વ, સાહિત્ય, અનુવાદ, પ્રવાસવર્ણન, લોકસાહિત્ય અને એનું સંશોધન, કવિતા, વાર્તા, નવલિકા, નવલકથા, ચરિત્રલેખન ઇત્યાદિ સર્વ માર્ગે એમનું ધ્યેય તો હતું જનસમૂહનું ઉત્થાન અને એ પણ સર્વકાલીન, સર્વદેશીય, સર્વક્ષેત્રીય ઉદાહરણ આપવા યોગ્ય જીવનયાપન. ભારતને રાજકીય સ્વાતંત્ર્ય પ્રાપ્ત થઈ રહ્યું હતું એવી ઉજ્જવળ પળોએ ઉષાકાળે નૂતન સૂર્યોદય થવાની પ્રથમ વેળાએ જ ૯મી માર્ચ, ૧૯૪૭ના રોજ હૃદયરોગના હુમલા દરિમયાન પાર્થિક જીવનલીલા સંકેલી. હંસલો ઊડી ગયો, પાછળ વિલાપ કરતાં કુટુંબીજનો, વિશાળ બૃહદ પરિવાર, સ્નેહી-મિત્રો, પ્રશંસકોનો બહોળો સમુદાય અવાચક મૂકીને! ખમીર, ખુમારી અને ખાનદાનીનો પર્યાય શ્રી મેઘાણી વારસામાં જ પ્રકૃતિનું પાલન-પોષણ અને સાહજિકતા પામે છે. પિતા કાલીદાસ એજન્સીની પોલીસસેવામાં હોવાથી જાગીરદાર – ઠાકોર - ગામધણીની ખુશામતથી દૂર હતા. એજન્સીના અધિકારીઓ પાસેથી શિસ્તપાલન, ફરજપરસ્તી અને કોઈ પણ સંજોગોમાં અડીખમ ઊભા રહેવાની આવડત પામેલા. કહેવાતા રાજવીઓને પણ એજન્સીની ઓફિસ-કોઠીમાં દાખલ થતાં પહેલાં જ તપાસતા તેથી કોઈનાથી અભિભૂત પણ ના થતા. મેઘાણીને ધાવણમાં જ પર્યાવરણની નિર્મળતા, સાહસિકતા અને કોઠાસૂઝ મળી છે. ઊંચા ડુંગરો, કોતરો, નદી-નાળાં, જંગલ, ઝાડી, વનચર પ્રાણીઓ અને બિલકુલ નિર્દોષ એવાં ગ્રામ્યજનોનો નિર્ચાજ સ્નેહ સાંપડ્યો છે. વાઘ, સિંહ, દીપડાની ગાડો કે ગ્રામપશુપાલકોનાં પશુધનને ડચકારા એમના જીવનના સર્વપ્રથમ સાંભળેલા શબ્દો છે. ગિરની ઔષધીઓથી પરિપુટ થયેલાં ઝરણાં-નદી-નાળાંનાં સેંજળ પીધાં છે. તેથી એમના જીવનમાં ખુમારીખમીર-ખાનદાની અને સહજતા ન હોય તો જ આશ્ચર્ય. એમના પત્રકારત્વના અહેવાલો, સમાચારો, સમાચાર સંપાદનો, તંત્રીલેખો, કવિતા, ગીતો, વાર્તાનવલકથા ઇત્યાદિ સર્વમાં પણ માટીના સંબંધો અને શબ્દોની અનોખી મિલાવટ 9૬
SR No.023469
Book TitleJain Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherVeer Tattva Prakashak Mandal
Publication Year2014
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy