________________
કલાકાર : જૈન પત્રકારત્વ પણ ચુંટાયેલ પ્રાંતિક સરકારના આઈ.એન.ટી.નાં ત્રણ નાટકો પરના પ્રતિબંધ સંદર્ભે એક પત્રકાર સાથેની મુલાકાત - વાતચીતમાં એમનો આક્રોશ ઠલવાય છે. આપણું રાજકારણ ક્યાં જઈ રહ્યું છે ?' એક બાજુ કોમી છાપાંઓ રોજ ઝેર રેડે છે તે કોઈ અટકાવતું નથી અને નાટકો પર પ્રતિબંધ ! આપણાં સેવકો સત્તાસ્થાને બેસે ત્યારે આવું કેમ બને ? આપણામાં પડશે પ્રતિક્રાંતિના વાયરા, એ હવા ગતિમાન થઈ રહેલી હું જોઈ રહ્યો છું.”
મેઘાણીના કર્મયોગને અનેક મહાનુભાવોએ એમની શ્રેષ્ઠ રીતે, અવલોક્યો છે. મેઘાણીની છવિને યથાતથ ઉપસાવવા યત્ન કર્યો છે ને તેમને શ્રેષ્ઠ પ્રતિભાવોના અધિકારી બનાવ્યા છે. જેમાંથી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રના ઝળહળતા સિતારાઓનો નામોલ્લેખ, એમના શબ્દોને પુનઃમુદ્રિત કરી શકાય પણ અનાવશ્યક પ્રસ્તારના ભયે. મેઘાણીને પ્રિય અને મેઘાણી પ્રત્યે નિર્ભુજ સ્નેહ કરનારાઓ પૈકી હતા અને કેટલાક છે સર્વશ્રી મકરંદ દવે, ઉમાશંકર દવે, ઉમાશંકર જોશી, જયમલ પરમાર, કનુભાઈ જાની, પ્રિયકાંત પરીખ, પ્રકાશ ન શાહ, કે. કા. શાસ્ત્રી, અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ, મોહનભાઈ પટેલ, હેમંત દેસાઈ, દિલાવરસિંહ જાડેજા, ખોડીદાસ પરમાર, હિમાંશી શેલત, ભોળાભાઈ પટેલ, જયંત કોઠારી, મનુભાઈ પંચોળી ‘દર્શક, બળવંત જાની, ડૉ. હસુ યાજ્ઞિક, વિષ્ણુ પંડ્યા, યાસીન દલાલ, ઇત્યાદિ ઈત્યાદિ. જેમાં મેઘાણીની હયાતી અને પછી પણ શ્રદ્ધાભાવને બેવડાવનારાઓ છે. ઈ.સ. ૧૯૯૭માં શ્રી મેઘાણીના શતાબ્દી વર્ષે એમની સ્મૃતિઓ, કર્તવ્યબોધ અને નિષ્ઠા કાયમ માટે સાચવી શકાય એ માટે ગુજરાત સરકારના માહિતી ખાતાએ ‘શબ્દનો સોદાગર’નું પ્રાગટય કરેલું. લગભગ તમામ ગુજરાતીભાષી ક્ષેત્રો અને સમગ્ર ગુજરાતમાં શ્રી મેઘાણીની જન્મ શતાબ્દી ધામધૂમ અને અનેરા ઉત્સાહથી ઉજવાયેલી, જેની શરૂઆત “કાઠિયાવાડ જૈન” પત્ર - મુંબઈ – તંત્રી ગુણવંતભાઈ બરવાળિયા આયોજિત “મેઘાણી વંદના” કાર્યક્રમ ઘાટકોપરથી થયેલી જેમાં વક્તા મનુભાઈ ગઢવી, કવિ મેહુલ વિષ્ણુકમાર વ્યાસ ના સાન્નિધશે પ્રા. ડૉ. જયંત મહેતાએ મેઘાણીના લોકસાહિત્ય અને પત્રકાર ધ્વની અભિવંદના કરી હતી. વર્ષભર ગુજરાત-મુંબઈ અને ગુજરાતીભાષી સંસ્થાઓ દ્વારા આ સીલસીલો ચાલુ રહ્યો હતો.
૭પ