________________
જ
જૈન પત્રકાર પરિષષ સાહિત્યિકો માટે માર્ગદર્શક એવું અધ્યક્ષીય પ્રવચન આપે છે. એમણે એમના ઐતિહાસિક વક્તવ્યમાં સંદર્ભતળે મહાદર્શન સંઘોમિને મહાદીપ કહી બિરદાવ્યા. હંસવાહિની વીણાધારિણી સિવાય કોઈનીયે પ્રતિષ્ઠા ન હોય એમ કહી માર્ગદર્શન આપતાં મેવાણીનો સૂર પણ આપે છે. કોઈક જ આખરી સમજી વાર્તા-કવિતાઓ આલેખનારાઓની અવદશા થઈ છે. આમ જ બને છે માર્કસને પયગમ્બર સમજી તેના પર કૃતિની માંગણી કરનારની, કલાધરોની ! એ જ જો બનશે કદાચ ગાંધીવાદી અર્થકારણનો ચિરાધાર લેનાર શબ્દકસબીઓનું તો આપણે નવાઈ નહીં પામીએ. છેવટે સાહિત્યનોય આદર્શ શું છે? પ્રતિભા... અતિસામાન્યોમાં વહેંચાઈ ગઈ છે. સામાન્યોના આ બુલંદ સમૂહને શિરે (પણ), ધ્યેય તો અર્વાચીન કાળે સત્યોના પરગામીપણાના આદર્શને પહોંચવાનું જ રહેશે... આ જમાનો મહાકાયનો નહીં પણ મહાસંખ્યાનો છે.
ક્લછાબની નિવૃત્તિ પછી લેખસાહિત્યના સંશોધન અને સંપાદન માટે ગુજરાતનો ખૂણેખૂણો ખુંદવા તેઓ ઉત્સુક છે પરંતુ શરીર વારંવાર બળવો પોકાર છે. આમ કેમ ના બને ? માત્ર ૨૩ વરસની સાહિત્યિક પત્રકારત્વની કારકિર્દીમાં અંદાજે સોએક પુસ્તકોના સર્જકની! એમણે કદાચ ૨૩ વર્ષમાં ત્રણ આંકડાનાં વરસોનો સમયગાળો માગી લે તેવું જબરજસ્ત કામ કર્યું છે. એમણે કાર્યકાળ દરમિયાન પ્રત્યેક વરસે અંદાજે ચાર-ચાર પુસ્તકો-ગ્રંથોની સામગ્રી સમાન ૫૯૯ પુસ્તકોનું સર્જન કર્યું. એમના પત્રકારત્વના શબ્દ સાહિત્યરંગી હતા તેથી તેમની કલમસામગ્રી ક્યારેય છાપાની પસ્તીમાં પલટાય નથી.
૧૯૪૬ના અમદાવાદમાં ફરી નીકળેલાં રમખાણો સામે એમનો પુણ્યપ્રકોપ ફાટી નીકળે છે, ઊર્મિ નવરચનાના મોટા ભાગના અંકમાં, ગણેશશંકર વિદ્યાર્થી, હેગિષ્ટ અને રજબઅલીના બલિદાન છતાં ગુમરાહ વિશાળ માનવસમૂહ સામે ! પાછળથી મેઘાણીભાઈ હુલ્લડમાં શહીદ થયેલ વસંતરાવ હેગિષ્ટ અને રજબઅલીના સ્મારકગ્રંથનું સંપાદન પણ કરે છે વસંત-રજબના નામે! પરંતુ આવનારા દિવસો પારખી ગએલ, રોજિંદા પત્રકારત્વથી નિવૃત્ત થયા હોવા છતાં શ્રી મેઘાણી પ્રાથમિક શિક્ષકોના સંઘના અધિવેશનમાં ઐતિહાસિક વક્તવ્ય આપતા પ્રજા સમસ્તને ચેતવે છે “આદર્શના મેણાં મારશો મા !' આ સમય દરમિયાન મુંબઈથી
૭૪