________________
રાજા રાજા રાજ જૈન પત્રકારત્વ જ જર ૧૯૪૭ સુધીમાં પરિભ્રમણના બાકીના બને ભાગોમાં પ્રકાશિત થાય છે.
ફૂલછાબની મર્યાદા એ જ મર્યાદા લોકસાહિત્યકાર, સંશોધક મેઘાણીની ! સાહિત્યકાર મેઘાણીને રાજવીઓ પોતાને ત્યાં નોતરે છે જ્યાં 'ફૂલછાબ' માટે પ્રતિબંધ છે. આવા સંજોગોમાં મેઘાણી જ લઈ શકે, પ્રકાશિત કરી શકે તેવી માર્મિક નોંધ:
કેટલાક રાજવીઓ આ તંત્રીને સાહિત્યકાર તરીકે પત્રથી, મિત્રો દ્વારા અને રૂબરૂમાં પણ પોતાને આંગણે મહેમાન બનવા નોતરે છે. છતાં મારા તંત્રીપદે ચાલતાં ફૂલછાબ ને તેમના દ્વારે પ્રવેશબંધી હોય છે, એટલે એવા નિમંત્રણોનો લાભ કેમ લઈ શકું? હું અને ફૂલછાબ એ બેની વચ્ચે બનાવટી ભેદરેખા મારાથી કેમ કરાય ? એવી રેખા બનાવટી તો છે, સાથે અપ્રમાણિક પણ છે, શરીરના ટુકડા થઈ શકતા નથી, મન-પ્રાણના તો કેમ જ થઈ શકે છે.... તેમને માટે આ જવાબ છે. ફૂલછાબની નીતિ, શૈલી, વિચારણા એ સમગ્ર માટે હું કાયદેસર જવાબદાર છું. તેમ નૈતિક જવાબદાર તો વિશેષ છું. હું ‘ફૂલછાબ'ની સાથે જ ચડું છું ને પડું છું. ફૂલછાબને જે દ્વારો Dishonoured (આપમાનિત) હોય તે દ્વારે હું Dishonoured (આપમાનિત) જ છું. હું કે 'ફૂલછાબ બેશક સ્વલ્પ છીએ પણ મારે અને 'ફૂલછાબ'ને માથે ઓઢણું છે. સમસ્ત પત્રકારત્વની ઇજ્જતનું
આવો અજબનો એકાત્મભાવ અનુભવાયો એ પત્રકારત્વના પ્રતિનિધિરૂપ અખબાર ફૂલછાબમાંથી શ્રી મેઘાણી ૧૯૪૫માં નિવૃત્તિ લે છે, જેમને આવકારવા વંદેમાતરમ્ (તંત્રીઃ શામળદાસ ગાંધી), 'ઊર્મિ નવચરના” અને અનેક ગણમાન્ય સામયિકો તત્પર છે પરંતુ મેઘાણી ઈચ્છે છે સો ટચના, પ્રત્યેક રીતે, ઉપેક્ષાઓથી પર એવા સાહિત્ય રંગમાં સેવાપ્રવૃત્ત થવા, ઊર્મિ નવરચનાનાં પાનાંઓ પર રવિશંકર મહારાજ અને મેઘાણીની કલમ સામાજિક, રચનાત્મક પંથે વિહરે છે. શ્રી મેઘાણીની, “રવિશંકર મહારાજ' લેખમાળા પાછળથી “માણસાઈના દીવા' તરીકે પ્રસિદ્ધ થાય છે અને પ્રતિષ્ઠિત મહીડા પારિતોષિકના હક્કદાર બને છે, ૧૯૪પમાં જ! ૧૯૪૬ના ઓક્ટોબરમાં રાજકોટ ખાતે મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના વિભાગીય અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળે છે. સાંપ્રત અને ભાવિ
૭૩