________________
બાળક જૈન પત્રકારત્વ જમા રાની' ફૂલછાબમાં જોડાય ત્યાં સુધી કાર્ટૂનિસ્ટની જવાબદારી ઉપરાંત “સાંબેલાના સૂર’ હળવા નર્મ-મર્મની કોલમ દ્વારા પક્ષો-સંપ્રદાયોના દંભ વિષયક લેખનકાર્ય કરે છે. પાંચ-છ વર્ષના ફૂલછાબના સંચાલન દરમિયાન સૌરાષ્ટ્રની પછાત, વિચરતી જાતિઓ વિષયક કથાઓ-જીવન વ્યવસ્થા વિશે વિગતવાર માહિતી એકઠી કરી પ્રકાશિત કરે છે. સાપ્તાહિક નવલકથાઓ તુલસી ક્યારો' અને વેવિશાળ પ્રકાશિત થાય છે. ઈ.સ. ૧૯૪૧માં શાંતિનિકેતનથી નિમંત્રણ મળતાં લોકસાહિત્ય વિશે એક વ્યાખ્યાનો આપવા જાય છે. એક વિવાદાસ્પદ કાર્ટૂન સબબ “ફૂલછાબ' પર ૧૯૪રમાં રાજકીય કિન્નાખોરીના પરિણામે પ્રતિબંધ મુકાયો તો ફૂલછાબ' પ્રેસને ચાલુ રાખી, કારીગરો - કર્મચારીઓની બેરોજગારી ટાળવા વિવિધ વિષયની પુસ્તિકાઓનું પ્રકાશન આરંભાય છે. મરેલાનાં રૂધિર ને જીવતાનાં આંસુઓ', “અકબરની યાદમાં', પાંચ વરસનાં પંખી' વગેરે ઉદાહરણો છે. ત્રણ માસના પ્રતિબંધ પછી 'ફૂલછાબ'
અન્યક્ષેત્રે કાં પાયમ તીર્થક્ષેત્રે વિનશ્યપતિ |
તીર્થક્ષેત્રે કૃતં પાયમ્ વઝરલેપો ભવિષ્યતિ છે. ના મુદ્રાલેખ, સાથે પુનઃ પ્રકાશિત થાય છે.
મેઘાણીની સંપાદકીય જવાબદારીની અદ્ભુત સૂઝ અને પ્રયોગનાં અત્રે દર્શન થાય છે. ૧૯૪૩માં ચીનની ક્રાંતિ વિશે ‘મહાઅલી પડોશી’ અને ‘ધ્વજ મિલાપ' પ્રસિદ્ધ થાય છે. શ્રી મેઘાણીભાઈ બહારવટિયા ગોવિંદ જેરામભાઈના પત્રને છાપી, પોતા તરફથી સમગ્ર વ્યવસ્થાતંત્ર અને સામાજિક પ્રશ્ન ઉઠાવે છે કે, “મોતનો અંજામ અફર અને ભયંકર સમજવા છતાં સમાજ નૈતિક ન્યાય તોળે તેવી ધારણા રાખે છે ... પત્રનાં મર્મ ઉકેલવા સત્તાવાળાઓ, પોલીસખાતું, જનતાને મનોવિજ્ઞાનના અભ્યાસીઓને, માનવતાના રખેવાળોને ભાગીદાર બનાવવા નોતરે છે.. કઢંગાઈમાં જોટો નહીં જડે તેવી આ કાઠિયાવાડની શાસનરચનાનો કદી તોડ જ નહીં નીકળે કે જેથી વિષમ પરિસ્થિતિ અટકે અને માણસાઈનાં પુષ્પો પ્રફૂલ્લે ? રવિશંકર મહારાજ દ્વારા બહારવટિયા સુધારણા યજ્ઞની અહીં ઝાંખી નથી થતી ? ઈ.સ. ૧૯૪૪માં વિવેચન-આલોચના અને પત્રકારત્વના અનુભવોના લેખોનો સંગ્રહ ‘પરિભ્રમણ’ પ્રસિદ્ધ થાય છે. એ પછી
૭૨