________________
જૈન પત્રકારત્વ
એ જ અરસામાં અમૃલાલ શેઠ જેલવાસ પૂરો કરી મુંબઈ પરત ફરે છે અને ‘જન્મભૂમિ’ દૈનિક શરૂ કરે છે, જેમાં શ્રી મેઘાણીને સાહિત્યનું અલાયદું સ્વતંત્ર પાનું સોંપે છે. મેઘાણીભાઈએ સૌરાટ્/ફૂલછાબ દ્વારા પ્રજાજીવનના પ્રશ્નો અને સામાજિક પ્રવાહોનું વિહંગાવલોક્નનો ઉદ્યમ આદર્યો. પાથર્યો હતો તેવો જ ઉદ્યમ ભાવકવર્ગને સાહિત્યિક મૂલ્યો પ્રતિ જાગૃત કરવા, રસ-રુચિ-સંસ્કાર ઘડતર માટે ‘કલમ અને કિતાબ’ નામે શરૂ કર્યો. સંખ્યાબંધ અવલોકનો, જીવનનાં રોજબરોજના બનાવો અને બોધપાઠ-લક્ષાર્થ, દેશી-વિદેશી સાહિત્યનું આચમન, અનુવાદો, વિવિધ ક્ષેત્રની સાંપ્રત સમસ્યાઓ ઈ.ઈ. વિવિધલક્ષી રંગો અનુભવો અને વિશાળ વાંચન, મનન-ચિંતનનો ખજાનો ગુજરાતી વાચકની સામે ખોલી આપે છે. પ્રસ્તુત વિભાગ ‘કલમ અને કિતાબ’ ૧૯૪૧ સુધી સંભાળે છે.
૧૯૩૪માં નેપાળના હીક્ષિતાચાર્ય હરિહર શર્મા અને વિદૂષી માતા દુર્ગાદેવીનાં વિધવા પુત્રી ચિત્રાદેવી સાથે શ્રી મેઘાણીએ પુનઃલગ્ન કર્યાં. રાજદરબાર છોડી મુંબઈ આવી વસેલા અને લાખોની પુંજી વ્યાપારમાં ખોઈ બેસેલા પિતાની પુત્રી ચિત્રાદેવીનાં પ્રથમ લગ્ન બાર-તેર વર્ષની કુમળી વયે થયેલાં અને બે-એક વર્ષમાં જ વિધવા બનેલાં. ૧૯૬૩માં યરવડા જેલમાં તેઓશ્રી વિજયાબહેન દુર્લભજી પરીખ સાથે હતાં તેમની મારફતે શ્રી મેઘાણી પરિચયમાં આવેલા. ડૉ. વૃજલાલ મેઘાણીએ, ઝવેરચંદ મેઘાણી વિધવા વિવાહને પ્રોત્સાહન આપતા જાણી-સમજી, અભિનંદનનો સમારોહ યોજવા તૈયારી કરેલી પરંતુ ઝવેરચંદ મેઘાણીએ તેમને રોક્યા. ‘વૃજલાલભાઈ, મેં કોઈ સુધારક દૃષ્ટિએ આ પગલું નથી ભર્યું. અમે અમારી સગવડનો જ વિચાર કર્યો છે.’
આ સમય દરમિયાન સૌરાષ્ટ્રમાં ‘ફૂલછાબ’ની આર્થિક હાલત કથળે છે. સો ઉપરાંતના પરિવારો પર ફૂલછાબ બંધ થાય તો અસર પડે. આ અસરો નિવારવા અને ફૂલછાબને ફરીથી ચેતનવંતું બનાવવા ઈ.સ. ૧૯૩૬માં મેઘાણીને ફૂલછાબની ધૂરા સોંપવામાં આવે છે. રાજકોટ ફૂલછાબ સંભાળતા સંભાળતા જ જન્મભૂમિની ‘કલમ અને કિતાબ’ની સામગ્રી છેક ઈ.સ. ૧૯૪૧ સુધી પૂરી પાડે છે. ફૂલછાબને જ ઉદ્દેશી ‘નવા ક્લેવર ધરો હંસલા' લખી પુનર્જીવિત કરે છે. અહીંયા પત્રકારત્વ, અહેવાલો, સંપાદન, સાહિત્ય, વિવેચન છે. પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ
૭૧