________________
જૈન પત્રકારત્વ
ક્રાન્તિવીરો સમક્ષ લલકારી, મુરદામાં પ્રાણ ફૂંકે છે. પરિણામે સરકાર દ્વારા ‘સિંધુડો’ જપ્ત થાય છે તેમ છતાં સાઈક્લૉસ્ટાઈલ નકલો દ્વારા સૌરાષ્ટ્રમાં પહોંચી જાય છે. ૧૯૩૦ની માર્ચની ૨૬મીએ ભળતા નામે, મનઘડંત આરોપો મૂકી મેઘાણીભાઈની ધરપકડ થાય છે અને ધંધુકાની કોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ જ ‘હજ્જારો વર્ષની જૂની અમારી વેદનાઓ' ગાઈ ન્યાયાધીશની આંખ પણ ભીની કરી જાણે છે અને સાબરમતી જેલમાં ધકેલાય છે. અહીં તેમને દિગ્ગજ રાજકીય નેતાઓ, પ્રજાના પ્રતિનિધિઓ સાથે ગોષ્ઠી જામે છે. પાછળથી ‘જેલ ઑફિસની બારીએથી' પુસ્તક લખાયું તે આનું પરિણામ ! ૧૯૩૧માં જેલમુક્તિ મળે છે, પરંતુ અમૃતલાલ શેઠ અને મેઘાણીભાઈની અનુપસ્થિતિમાં સુષુપ્ત થયેલું સૌરાષ્ટ્ર મેરી લાં કોર્ટેનોના ‘સમવન્સ ડાર્લિંગ’ના ભાવાનુવાદ સાથે ‘કોઈનો લાડકવાયો’થી ફરીથી જીવંત બને છે. ડિસેમ્બરમાં ફરીથી રાજકીય ધરપકડો થતાં સૌરાષ્ટ્ર સાપ્તાહિક બંધ થાય છે અને એની અવેજીમાં ૧૯૩૨ના ફેબ્રુઆરીથી સાહિત્ય, વાર્તા, સંશોધનનું સાપ્તાહિક ‘ફૂલછાબ’ શરૂ થાય છે જેમાં મેઘાણીભાઈની પત્રકારત્વ, સાહિત્ય, લોકકલા સંશોધન-સંપાદન ત્રણેય પ્રવૃત્તિઓ એકબીજાની પૂરક બની, નિતનવા ચીલા ગુજરાતી સાહિત્યમાં પાડે છે. વાર્તાલેખનની સાથેસાથે જ નવલકથાઓનું સર્જન પણ આરંભાય છે.
૧૯૩૧ સુધી બોટાદનિવાસ અને રાણપુર ‘સૌરાષ્ટ્ર-ફૂલછાબ' સંચાલન અર્થે આવાગમન નિયમિત રીતે રહે છે. કાયા તૂટી જાય તેવા આ દિવસો, તેમાં ૧૯૩૧માં સર્જક મેઘાણીભાઈને જબરો આઘાત પહોંચે છે. તેમનાં ધર્મપત્ની દમયંતીબહેન છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતાં - બીમારીથી કંટાળી અગ્નિસ્નાન કરી લે છે. બોટાદ રહેવું દુષ્કર થઈ જાય છે અને સહકુટુંબ મુંબઈ સ્થળાંતર કરે છે. ‘ફૂલછાબ'માં લેખનકાર્ય તો છેક એપ્રિલ-૧૯૩૩માં છોડે છે. મેઘાણીભાઈના ‘થોડુંક અંગત' નિવેદનના શબ્દો ‘લછાબ’નું કામ કોઈ અમુક વાદના વીજળીપ્રચારની પેટીમાં ન પૂરી દેતાં અમે એનાં પાનાંને મોકળાશ આપી - આપણી માનવતાનાં સર્વ અંગોને સ્પર્શે તેવા બહુરંગી લખાણો ઝીલવાની, કાળબળે એય બદલી ગયું. ‘ક્લછાબ’ને સૌરાષ્ટ્રના રાજરંગોમાં ઝબકોળવાનું ઠર્યું. મેં ખસી મારગ કરી આપ્યો'. (પરિભ્રમણ ખંડ-૧ પેજ -૧૨).
00