SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પત્રકારત્વ ‘મુંબઈ સમાચાર’ની શરૂઆત કરી. આમ ૧૮૫૦થી ૧૯૨૦ વર્ષો દરમિયાનનો ગુજરાતી પત્રકારત્વનો ઈતિહાસ તત્કાલીન સમાજવ્યવસ્થા અવકાશના સંદર્ભે અસાધારણ કહી શકાય. ૧૯૨૧ની પહેલી ઑક્ટોબરથી લીંબડીના વકીલ શ્રી અમૃતલાલ શેઠ, રાણપુર (તા. ધંધુકા) ખાતે સૌરાષ્ટ્ર - કાઠિયાવાડની જનતાનાં દુ:ખદર્દ, રજવાડાં અને સામંતશાહીના અત્યાચારો અને દેશભરમાં પ્રજ્વલિત સ્વાતંત્ર્યસંગ્રામને પ્રતિબિંબિત કરવા ‘સૌરાષ્ટ્ર’ નામે સાપ્તાહિક શરૂ કરે છે. ૧૯૨૨ના જુલાઈમાં શ્રી મેઘાણી પોતાની નાનકડી સાહિત્યદીવી સાથે જ ‘સૌરાષ્ટ્ર'માં જોડાય છે. સોમવારથી ગુરુવાર છાપાનું કામ અને શુક્ર-શનિ-રવિ એમ ત્રણ દિવસ લોકસાહિત્ય સંશોધન ક્ષેત્રે પ્રવાસ, ક્યાંક પગપાળા, ઘોડા પર કે રેલવે ઇત્યાદિ માર્ગે ! આમ ૧૯૨૨થી ૧૯૨૭ના સમયગાળામાં જ ‘કુરબાનીની કથાઓ’, ‘સૌરાષ્ટ્રની રસધાર' ભાગ-૧થી ૫, ડોશીમાની વાતો, દાદાજીની વાતો, સોરઠી બહારવાટિયા ભાગ-૧ થી ૩, રઢિયાળી રાત (ગીતો)ના ત્રણ ભાગ, એશિયાનું કલંક, રમણિયું આયર્લેન્ડ, હંગેરીનો તારણહાર, ત્રણ નાટકો અનુક્રમે ‘રાણો પ્રતાપ’, ‘રાજા-રાણી’ અને ‘શાહજહાં’ સોળ-સત્તર પુસ્તકોના શ્રી મેઘાણી જાગીરદાર બને છે. સમગ્ર ગુજરાતમાં મેઘાણી-મેઘાણી થઈ ગયું. માત્ર સાત-આઠ વર્ષની પત્રકારત્વ-લેખનની દુનિયામાં ! એના પરિણામ સ્વરૂપે ઈ.સ. ૧૯૨૮માં લોકસાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન બદલ બહુપ્રતિષ્ઠ રણજિતરામ સુવર્ણચંદ્રક શ્રી મેઘાણીને અર્પણ થયો. ૧૯૨૯-૩૦ દરમિયાન મેઘાણીભાઈની કલમથી ‘જાગો જગના ક્ષુધાર્ત, જાગો જનિના બાળ કરાળ કાળ જાગે’ અને ‘કંકુ ઘોળજો રે, કે કેસર, ઘોળજો રે’ જેવી કવિતાથી ‘સૌરાષ્ટ્ર’ને શણગારે આ પહેલાં જ ‘મિસરનો મહાસંગ્રામ’ પ્રસિદ્ધ થયું. પ્રજાજીવનમાં વણાયું અને વખણાયું. ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહમાં પત્રકાર, સાહિત્યકાર, લોકસાહિત્યસંશોધક, ગાયક, સંપાદક ઝુકાવે છે અને કેસર ઘોળજો રે... ક્રાંતિકારી ઉદ્દીપનનું કાર્ય કરે છે અને સિંધુડાના શબ્દો. નયન ફ્રાડ, માર ત્રાડ, જરીક વાર જાગને, બીક કોની, બીક કોની, કોની બીક, માત તુંને ? ગાઓ, બજાઓ, જુદ્ધ જગાનો વાહ ઘોર વધામણાં ગુર્જરી તારે મધુવને ગહેકે મયુરો મરણનાં ! SC
SR No.023469
Book TitleJain Patrakaratva
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherVeer Tattva Prakashak Mandal
Publication Year2014
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy