________________
જૈન પત્રકારત્વ
ગયા ચાલ્યા રે શુ મુજ જીવનનાં વીસ વરસો, પ્રભાતો કંઈ આવી ઝળહળ પ્રકાશી વહી ગયાં, છતાં મારા નેત્રો કયમ નવ અરે જાગ્રત થયા? જાણે ‘કાન્ત' જેવા સિદ્ધહસ્ત કવિની કલમે નિર્ઝારેલું કાવ્ય ! ઈ.સ. ૧૯૨૧-૨૨ બગસરા વસવાટ દરમિયાન જ કુરબાનીની કથાઓ અને ‘ડોશીમાની વાતો’નું સર્જન થયું છે. કંઈક નવું કરવાની થાપના-ઇચ્છાએ તેમણે તાજેતરમાં જ રાણપુરથી અમૃતલાલ શેઠના પ્રયાસોથી શરૂ થયેલ સાપ્તાહિકના વાચનના પ્રતિભાવરૂપ લેખાંકો ‘અમર રસની પ્યાલી’, ચોરાનો પોકાર' શ્રી અમૃતલાલ શેઠને મોકલાવેલ, જેના અનુસંધાને અમૃલાલ શેઠે, ઝવેરચંદ મેઘાણીમાં છુપાયેલા સાહિત્યિક પત્રકારને પિછાણ્યો અને પોતાના સામાહિકપત્ર ‘સૌરાષ્ટ્ર’માં જોડાવા નિમંત્રણ પાઠવ્યું. સ્વયં મેઘાણી ‘હું પહાડનું બાળક'માં લખે છે ‘મને તેડચો હતો સાહિત્યની શાખા ચલાવવા પણ પત્રકારત્વથી નિર્લેપ રહી શકું તેવી બંધિયાર કુંડીયે બાંધેલી એ બન્ને પૃથક શાખાઓ નહોતી. હું બેઉ ક્ષેત્રમાં રમણ કરતો થયા.'
શ્રી મેઘાણીના પત્રકારત્વ ક્ષેત્રે પદાર્પણ પહેલાંના ભારતીય પત્રકારત્વ અને એ અનુષંગે ગુજરાતી પત્રકારત્વ તરફ આછેરી દષ્ટિ નાખી લેવી અનિવાર્ય જણાય છે, કારણકે આટલી પૂર્વભૂમિકા સિવાય શ્રી મેઘાણીએ પત્રકારત્વ ક્ષેત્રે દાખવેલ હરણફાળ સમજી શકાય તે પણ શક્ય નથી.
ભારતીય પત્રકારત્વ પ્રારંભે સમાજ સુધારણાના ધ્યેયલક્ષી રહ્યું. રાજા રામમોહનરાયે ‘સંવાદ-કૌમુદી' (સંસ્કૃત) અને ‘મિરાત ઉલ અકબર' (ઉર્દૂ) પત્રો દ્વારા સમાજસુધારણા ઝુંબેશને ગતિ આપી. ગુજરાતમાં પત્રકારત્વ સમાજસુધારણા ક્ષેત્રે આગવું પ્રદાન કરે છે, દુર્ગારામ મહેતાજી, વીર નર્મદ, કરસનદાસ મૂળજી ઇત્યાદિએ પત્રકારત્વને માધ્યમ બનાવી વહેમ, કુરિવાજ, અંધશ્રદ્ધા, અમલદારશાહીના અત્યાચારો, સ્ત્રીઓની અવદશા, કન્યાકેળવણી, વિધવાવિવાહ, સામાજિક વર્ણભેદ, સ્વાભિમાન અને સંસ્કૃતિરક્ષા વિષયક જબરું કાણ કર્યું. નર્મદનો ‘ડાંડિયો' અને કરસદાસ મુળજીનું સત્યાર્થપ્રકાશ આના ઉદાહરણરૂપ છે. મુંબઈથી પારસી સમાજ દ્વારા ઓગણીસમી સદીના ઉત્તરાર્ધે
૬૮