________________
જૈન પત્રકારત્વ
એમ. એ.ની તૈયારી સાથે અન્ય ખર્ચને પહોંળી વળવા-પિતાની નિવૃત્તિ પછી ભાવનગર સ્થાયી થતાં સનાતન ધર્મ હાઈ સ્કૂલમાં શિક્ષક તરીંકે એક વરસ સેવા આપી. ઈ.સ. ૧૯૧૭માં કલકત્તાસ્થિત મોટા ભાઈની નાદુરસ્ત તબિયતની સંભાળ અર્થે કલકત્તા જઈ વસ્યા અને ઉપસ્થિત સંજોગોવશાત જીવણલાલ લિમિટેડની એલ્યુમિનિયમ કંપનીમાં જોડાયા. અહીં એમણે સામાન્ય પદવીથી શરૂઆત કરી મૅનેજર દરજ્જે પહોંચી ત્રણેક વર્ષ કામ કર્યું. એ દરિમયાન શેઠ જીવણલાલ સાથે જ ઇંગ્લૅન્ડના પ્રવાસે જઈ આવ્યા. જીવણલાલની ઇચ્છા એમને ઇંગ્લૅન્ડમાં એમની કંપનીનું કામ સંભાળવા નિયુક્ત કરવાની હતી, પરંતુ હવામાન માફક નહીં આવતાં પરત કલકત્તા ફર્યા. અહીં એમના સાહિત્યિક મિજાજને વ્યવહારિક કામ બોજારૂપ લાગતાં અને સોરઠી ભોમના કોઈ અજાણ સંદેશે ઈ.સ. ૧૯૨૧માં સૌરાષ્ટ્ર બગસરા પાછા ફર્યા. ઈ.સ. ૧૯૨૨માં દમયંતીબહેન સાથે જેતપુર મુકામે લગ્ન થયાં.
બાળપણથી જ સાહિત્યક વાંચન, યુવાવસ્થાએ કવિ કલાપીનાં કાવ્યોનો નાદ, કૉલેજકાળ દરિયાન કવિશ્રી ન્હાનાલાલનો કાવ્યાસ્વાદ, ઈતર વાંચન-મનન, કલકત્તાનિવાસ દરમિયાન બ્રહ્મોસમાજના પ્રત્યેક રવિવારનાં પ્રવચનોનું શ્રવણ, બંગાળી નાટકોનું રસદર્શન, આ બધાં મેઘાણીને ભીતરથી ભરપુર કરતાં રહ્યાં તો બગસરાનિવાસ દરમિયાન હડાળા દરબાર શ્રી વાસૂરવાળા દ્વારા લોકસાહિત્યનો નાદ ઉમેરાયો.
-
શ્રી ઉમાશંકર જોશી ‘મેઘાણી : કૃષ્ણની બંસરીની સેવા'માં લખે છે સાહિત્યિક મૂળ તપાસતાં કલકત્તાથી તેમણે લખેલા પત્ર ‘લિ. હું આવું છું’ના સંદર્ભે કહે છે, ‘આવાં સાહસને યોગ્ય ઠેરવે એવી યુવકની કેવીક સાહિત્યસિદ્ધિ હતી ?... ૧૯૨૫ પહેલાંનું એકમાત્ર ગીત ‘દીવડો ઝાંખો બળે’ (૧૯૧૮), અને ૧૯૧૬ની અપ્રસિદ્ધ કૃતિ-સ્વધર્મને શોધતી કૃતિ સાઘાંત શિખરિણી છંદોબદ્ધ શુદ્ધ સાહિત્યકૃતિ ! એમની એ અપ્રસિદ્ધ કૃતિની પાંચ પંક્તિઓ, એમની સમજદારીને સમજવા તથા એમણે કંડારેલ કેડીના પ્રથમ માઈલસ્ટોન તરીકે આસ્વાદવા :નિહાળુ છુ. આજે જગત રમતી મંગલ પ્રભા, પડચા શબ્દો કાને અરર ! વદતાં કમ્પ વછુટો,
૬૭