________________
બજાજ જન જૈન પત્રકારત્વ જજ બજાજ મેઘાણી: પત્રકારત્વની કમાણી
- ગુણવંત ઉપાધ્યાય
મેઘાણી
ભાવનગરસ્થિત ગુણવંતભાઈ ઉપાધ્યાય ફિલોસોફીમાં રસ ધરાવનાર ગઝલકાર, લેખક અને કવિ છે. સૌરાષ્ટ્રની સાહિત્ય વિષયક સંસ્થાઓ સાથે | સંકળાયેલા છે.).
શ્રી ઝવેરચંદ મેઘાણીનો જન્મ દશાશ્રીમાળી જૈન પરિવારના શ્રી કાળીદાસ મેઘાણીને ત્યાં ચોટીલા (જિ. સુરેન્દ્રનગર) ખાતે સન્માતા ધોળીબાના કૂખે ઇ.સ. ૧૮૯૬, ઓગસ્ટની ૨૮મી તારીખે થયો. જો કે કેશવરામ શાસ્ત્રી રચિત ‘ગુજરાતના સારસ્વતો પુસ્કતમાં જન્મતારીખ ઈ.સ.ની ૧૮૯૭ના ઑગષ્ટની ૧૭મી તારીખ નોંધવામાં આવી છે. પિતા પોલીસખાતાના કર્મચારી હોવાને લીધે બાળપણથી યુવાવસ્થામાં પદાર્પણ સુધી સૌરાષ્ટ્રનાં વિવિધ સ્થળોએ રહેવાજમવાનું થયેલ છે. જેમાં ચોટીલા, રાજકોટ, બગસરા, અમરેલી, લાખાપાદર, ચોક (પાલિતાણા), દાઠા, ઝિંઝુવાડા, વઢવાણ, ભાવનગર, ઈત્યાદિ સ્થળોનો નિર્દેશ મળે છે. આમ બાળપણ-કિશોરાવસ્થામાં જ એમને વિવિધ સ્થળો, ભૌગોલિકતા, પ્રજા અને પ્રાકૃતિક જીવનનો વિવિધ અનુભવ પ્રાપ્ત થાય છે, જીવનભાથું બને છે. અને કદાચ એટલે જ શ્રી ઝવેરચંદ મેઘાણી કોઈ એક સ્થળે ક્યારેય પલાંઠી મારી બેઠા નથી.
મેઘાણી: સ્મરણમૂર્તિ નામક ગ્રંથમાં શ્રી નિરંજન વર્મા અને જયમલ્લ પરમારના નિર્દેશ મુજબ શ્રી મેઘાણીનું પ્રાથમિક શિક્ષણ રાજકોટ તાલુકા શાળા થઈ દાઠા, પાળિયાદ, બગસરા વગેરે સ્થળે પૂરું થયું. માધ્યમિક શિક્ષણ વઢવાણ કેમ્પ અને અમરેલીમાં લઈ. ઈ.સ. ૧૯૧૨માં મેટ્રિક પાસ કરી કૉલેજશિક્ષણ માટે એકાદ સત્ર જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં લઈ બાકીનો અભ્યાસ ભાવનગરની શામળદાસ કોલેજમાં ઈ.સ. ૧૯૧૬માં અંગ્રેજી અને સંસ્કૃતના વિષયો સાથે બી.એ. પસાર કર્યું.
૬૬