________________
પર જ જૈન પત્રકારત્વ અપાયા બાળસાહિત્ય પણ. ઉપરાંત નવલકથા અને નવલિકામાં સામાજિક, ધાર્મિક, કાલ્પનિક અને ઈતિહાસનું તત્ત્વ માત્ર દર્શનકાર તરીકે જ નહીં, પરંતુ એક સંશોધક અભ્યાસી તરીકેનું પ્રગટ થાય છે.
ધર્મ જૈન એવા આ કલમજીવી પત્રકાર જ્યભિખ્ખએ જૈન ધર્મ વિષયક લેખો લખીને જૈન પત્રકારત્વની શ્રેણીમાં સ્વબળથી માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમની નવલકથાનાં જૈનપાત્રો ધર્મ અને સાહિત્ય ક્ષેત્રે અવિસ્મરણીય રહેશે. આ દષ્ટિએ જ્યભિખ્ખએ કથા-રસની સાથે જૈન ધર્મનાં તત્ત્વોને ઉજાગર કરી જૈન ધર્મની ન વિસરાય એવી સેવા કરી છે.
ચાર વર્ષની નાની ઉમરે માતાની છત્રછાયા ગુમાવનાર જયભિખ્ખને પરિવારપ્રેમ અઢળક મળ્યો. જૈન સંસ્થા શિવપુરીમાં અભ્યાસ કર્યો અને તર્કભૂષણ તેમ જ ન્યાયતીર્થની પદવી પ્રાપ્ત કરી. આ ગહન તત્ત્વ એમના પ્રત્યેક સર્જનમાં પ્રગટ થાય છે, પણ એમાં શુષ્કતા ક્યારેય આવી નથી, પરંતુ તત્ત્વને પોતાની આગવી શૈલીથી રસાળ કથારસમાં ઢાળ્યો છે જે ભાવિક-વાચક માટે પહેરાનું કાર્ય કરે છે.
અગરબત્તી જેવું સુગંધી જીવન જીવનારા જયભિખ્ખના સર્જનમાંથી આ મહેક અનુભવાય છે. તેઓ પોતાના પ્રત્યેક સર્જનમાં શુદ્ધ અને સાત્વિક વિચારોના આગ્રહી રહ્યા, લગભગ ૩૦૦ જેટલાં પુસ્તકો અને દૈનિક, સાપ્તાહિક કે માસિકોમાં અલપઝલપ કે ધારાવાહી સ્વરૂપે બે હજારથી વધુ લેખો લખનાર જયભિખ્ખએ ક્યાંય ક્યારેય તત્ત્વહીન સાહિત્ય સર્યું નથી. કલમ અને કામનું કેટલુંય દબાણ ભલે હોય, તોય.
નર્મદ જેમ કલમને ખોળે માથું મૂક્યું તેમ જયભિખ્ખએ પણ કલમને અને કોલમને ખોળે માથું ટેકવ્યું અને દર વર્ષનું જીવન ખુમારીપૂર્વક માણ્યું.
એ સમયે દૈનિક, સાપ્તાહિક કે માસિકના માલિકો કોલમ લખનારને પુરસ્કાર આપતા ન હતા, એ માલિકો તો એવું માનતા કે લેખકોનું સાહિત્ય પોતાના પત્રોમાં છાપીને લેખકને જે પ્રસિદ્ધિ મળે છે એ જ લેખકનો પુરસ્કાર. પરંતુ જયભિખ્ખએ પોતાની રસાળ અને સત્વશીલ શૈલીથી એટલી બધી લોકપ્રિયતા પ્રાપ્ત કરી કે માલિકો પુરસ્કાર આપવા વિવશ નહીં, હોંશીલા બન્યા અને આ રીતે બધા કોલમિસ્ટોને પુરરકાર મળવા લાગ્યા. આમ જયભિખ્ખએ પત્રકારોને માન અને ધન બેઉ અપાવ્યાં
૬૩.