________________
જૈન પત્રકારત્વ
અને કલમની ગરિમા વધારી.
કલમ અને કોલમને ખોળે જીવી જનાર જયભિખ્ખુ ‘રવિવાર’, ‘સવિતા’, ‘જનકલ્યાણ’માં નિયમિત લખતા. સંદેશની કોલમ ‘ગુલાબ અને કંટક’ અતિલોકપ્રિય થઈ. સૌરાષ્ટ્રના ‘જયહિંદ’ અને ‘ફૂલછાબ’ની એમની કટારો વાચક માટે આદત બની ગઈ, તો નડિયાદથી પ્રસિદ્ધ થતા ‘ગુજરાત ટાઇમ્સ'થી એ પ્રદેશના વાચક વર્ગમાં જયભિખ્ખુ લોકપ્રિય થયા.
બાળ-સાપ્તાહિક ‘ઝગમગ'માં એમણે બાળસાહિત્ય એટલું બધું પીરસ્યું કે એ વખતે ‘ઝગમગ’ની ૫૦,૦૦૦ પ્રતો છપાતી.
અને ગુજરાત સમાચારની ‘ઇંટ અને ઈમારત’ કોલમે તો અનેરો ઇતિહાસ સર્જી નાખ્યો. જયભિખ્ખુએ આ કોલમ લખવાનો પ્રારંભ ૧૯૫૩માં કર્યો અને ગુજરાત સમાચારના વાચકોને એમણે ઘેલા કર્યા. ૧૯૫૩થી ૧૯૬૯ના ડિસેમ્બર સુધી, એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી એમણે આ પ્રેરક કોલમ લખી. સંખ્યાની દૃષ્ટિએ તો મહિનાના ચાર લેખ, એટલે કે પ્રતિ સપ્તાહે એક લેખ. આ રીતે ૧૬ વર્ષ, લગભગ ૮૦૦થી વધુ લેખો એમણે એક જ દૈનિકમાં નિયમિત લખ્યા. ઇતિહાસ હજુ આગળ વધે છે. જયભિખ્ખુના અવસાન પછી ‘ગુજરાત સમાચાર’ના સંચાલકોએ આ ‘ઇંટ અને ઇમારત’ની માળા એમના સુપુત્ર કુમારપાળ દેસાઈને પહેરાવી, ફરજિયાત; જાણે પિતૃતર્પણ અને ૧૯૬૯થી આજ પર્યંત ૪૩ વર્ષથી આ કોલમ મુદ્રણ અને તત્ત્વની દષ્ટિએ પુત્ર કુમારપાળ લખી રહ્યા છે, એટલે પિતાપુત્રની કુલ ૫૯ વર્ષની એક જ દૈનિકને એકધારી આ કોલમસેવા ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે અજોડ તો છે જ, કદાચ વિશ્વપત્રકારત્વમાં પણ એ ગિનેસ બુકમાં સ્થાન પામે એવી ઘટના છે. આ શ્રેય પ્રથમ જયભિખ્ખુને પછી પુત્ર કુમારપાળને.
-
ગુજરાત સાહિત્ય ક્ષેત્રે દલપત – ન્હાનાલાલની એકધારી સાહિત્યસેવા ૧૧૪ વર્ષની છે, એ ગણતરી કરતાં આ જયભિખ્ખુ-કુમારપાળની અત્યાર સુધી સાહિત્યસેવા લગભગ કુલ ૯૫ વર્ષની તો થઈ, એટલે દલપત-ન્હાનાલાલની ૧૧૪ના આંકથી અવશ્ય આગળ વધશે ત્યારે ગુજરાતી સાહિત્ય અને પત્રકાર ક્ષેત્રે એક નવા ઇતિહાસનું પાનું લખાશે. દલપત-ન્હાનાલાલ માત્ર સાહિત્યકાર હતા, પત્રકાર નહિ.
જયભિખ્ખુએ પોતાનું સ્વતંત્ર સાપ્તાહિક ‘જૈન જ્યોતિ’ અને ‘વિદ્યાર્થી’
f