________________
અખાના જૈન પત્રકારત્વ અજાજ જયભિખ્ખું – માંગહ્યદર્શી પત્રકાર
- ડૉ. ધનવંત શાહ જૈન યુવકસંઘના મંત્રી અને પ્રબુદ્ધજીવન’નાં તંત્રી) ધનવંતભાઈ સાહિત્યકાર, પત્રકાર અને નાટ્યલેખક છે.
જેન સાહિત્ય સમારોહના આયોજક અને સંચાલક છે.
એક સમય એવો હતો જ્યારે પત્રકાર અને સાહિત્યકાર વચ્ચે એક ઊંડી ખાઈ હતી. જે લેખક દૈનિક, સાપ્તાહિક કે માસિક, સામયિકમાં કોલમ કે ધારાવાહી, ફ્રિલાન્સર તરીકે લખે, એની ભાષાશૈલીમાં સાહિત્યિક ગુણવત્તા હોય તોપણ સાહિત્યકારો આવા પત્રકારને પોતાની પંગતમાં બેસાડે તો નહિ જ પણ પોતાના વ્યક્તિત્વને મૂઠી ઊંચેરું ગણે. તો સામા પક્ષે કોઈ સાહિત્યકાર કટારલેખક તરીકે અથવા નિયમિત કે પ્રાસંગિક આવા દૈનિક-સાપ્તાહિકમાં લખે તો પત્રકારની જમાત આ સાહિત્યકારને પોતાની કક્ષામાં પત્રકાર ન ગણે, જેમ એ સમયે એવો નિયમ દઢ થઈ ગયો હતો કે લખાયેલાં પુસ્તક અને પુસ્તક સ્વરૂપે છપાયએલા નાટકને રંગમંચજગત નાટક ન માને અને આ નાટ્યકારને રોકડું પરખાવી દે કે, “ભજવાય એ જ નાટક'. જ્યારે જે નાટક ભજવાયા હોય પણ પુસ્તક સ્વરૂપે પ્રગટ ન થતાં હોય તો સાહિત્યકાર એ નાટકને સાહિત્યની પંક્તિમાં ન બેસાડે. ( પત્રકારત્વ અને સાહિત્યકારના આ ભેદભાવને જ્યભિખુ, મેઘાણી અને ગુણવંતરાય આચાર્ય જેવા બન્ને ક્ષેત્રે યશસ્વી થયેલા કલમકારોએ ભૂંસી નાખ્યા.
જ્યભિખ્ખું સાહિત્યકાર હતા એટલે કલમને ખોળે માથું મૂકનાર પત્રકાર થયા અને આ પત્રકાર બન્યા એટલે સાહિત્યકાર તરીકે વિશેષ ઝળક્યા. આમ જયભિખ્ખના સર્જન વિકાસમાં આ બન્ને તત્ત્વો પ્રેરક અને પૂરક બન્યા. ઉપર જણાવ્યા પ્રમાણે અન્ય સર્જકો માટે પણ પત્રકારત્વ અને સાહિત્ય સર્જન માટે આવું બન્યું, પણ જયભિખ્ખ જેવા સાહિત્ય સર્જનની વિવિધતા એ સર્જકોમાં ન
હતી.
જયભિખ્ખનો બેઉ ક્ષેત્રના સર્જન પર વિશાળ અનુભવ હતો. નિબંધ, બોધકથા, પ્રવાસવર્ણન, નવલિકા, નવલકથા, નાટક, રેડિયોનાટિકા, પ્રાણીકથા અને
૬૨