________________
પારિજાજ જૈન પત્રકારત્વ જજના જ મુસાફરોને જમાડવા સુધીની કામગીરી જાતે પોતાના કામ પર રાખેલા માણસોને સાથે રાખીને કરતાં. પ્રાણલાલભાઈને તો રાજકારણ અને અખબારમાંથી સમય જ ન મળે, પોતાનું ઘર છોડીને આખા કચ્છની ચિંતા કરતા. સરકાર અને વહીવટીતંત્રના અન્યાયો અને જોહુકમી સામે લડતા, વિચાર આંદોલનના પ્રસાર માટે મથતા રહેતા ત્યારે તારામતીબહેને સાચા અર્ધાગિનીની ભૂમિકા નિભાવી.
ને આખરી વિદાય : આવા ખડતલ પત્રકાર, સમાજસેવક, રાજકારણી અને જાહેરજીવનના અગ્રણી પ્રાણલાલ શાહે પોતાની જિંદગીનાં છેલ્લાં કેટલાંક વર્ષો ખૂબ જ શાંતિથી પસાર કર્યો. પત્ની તારામતીએ આરંભેલ જનતાઘર સંચાલનમાં પણ રસ લીધો. તેમનું અવસાન ૧૦મી નવેમ્બર, ૧૯૮૬ના થયું, ત્યારે જનતાઘરની તમામ રાજકીય, અખબારી ગતિવિધિઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. પરંતુ આ પછી તારામતીબહેન અને પ્રાણલાલ શાહનાં પુત્રી નીતાબહેને સમાજસેવાની પ્રવૃત્તિ જાળવી રાખી છે. તેઓ ભુજ શહેરમાં ભૂલેલાં, ભટકેલાં નાનાં બાળકો, ગરીબ, પાગલ અને અનાથ લોકોને જમાડે છે, તેને નવડાવે છે, તેના વાળ કાપી આપે છે અને સારાં કપડાં પહેરાવે છે.
પ્રાણલાલભાઈના મોટા પુત્ર નિખિલે માતાએ ખોડેલા જનતાઘરના પાયાને વધુ મજબૂત બનાવી વિશાળ “તારા એમ્પાયર’ ખડું કર્યું અને આજે તેમાં ત્રણતારક દરજ્જો ધરાવતી વિશાળ હોટેલ ‘આભા ઇન્ટરનેશનલનું સફળ સંચાલન કરે છે.
૬૧